ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Visavadar Bypoll Election : માલીડા અને નવા વાઘણીયમાં આજે ફેર મતદાન યોજાયું, મતદારો વહેલી સવારથી ઉમટ્યાં

વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બોગસ મતદાનની ફરિયાદ થઈ હતી. તેથી આજે આ બેઠકના માલીડા અને નવા વાઘણીયા ગામે ફેર મતદાન યોજાયું છે. વાંચો વિગતવાર.
09:36 AM Jun 21, 2025 IST | Hardik Prajapati
વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બોગસ મતદાનની ફરિયાદ થઈ હતી. તેથી આજે આ બેઠકના માલીડા અને નવા વાઘણીયા ગામે ફેર મતદાન યોજાયું છે. વાંચો વિગતવાર.
Visavadar Bypoll Election

Visavadar Bypoll Election : 19મી જૂને વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાંથી વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠક પર બોગસ મતદાનની ફરિયાદો થઈ હતી. આ સમગ્ર ઘટનામાં સરકારી કર્મચારીએ રજૂ કરેલા રિપોર્ટ બાદ ચૂંટણી પંચ દ્વારા ફેર મતદાનનો નિર્ણય લેવાયો હતો. જે સંદર્ભે આજે વિસાવદર વિધાનસભા બેઠકના માલીડા અને નવા વાઘણીયા ગામે ફેર મતદાન યોજાયું છે.

વહેલી સવારથી મતદારો ઉમટ્યા

આજે વિસાવદર વિધાનસભા બેઠકના માલીડા અને નવા વાઘણીયા ગામે ફેર મતદાન યોજાયું છે. ચૂંટણી પંચે બોગસ મતદાનની ફરિયાદ બાદ ફેર મતદાનનો નિર્ણય લીધો હતો. આ ફેરમતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાઈ રહ્યું છે. આજે વહેલી સવારથી જ મતદારો મતદાન માટો ઉમટી પડ્યાં છે. જો કે મતદારોમાં દુઃખની લાગણી પ્રવર્તમાન છે. કેટલાક મતદારો અનુસાર બીજીવાર મતદાન યોજાવાથી તેમના ગામની આબરુ પર બટ્ટો લાગ્યો છે.

આ પણ વાંચોઃ  International Yoga Day 2025 : અમિત શાહ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી, વૃક્ષારોપણના કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત

19મી જૂને વિસાવદરમાં 54.61 ટકા મતદાન

19મી જૂને જૂનાગઢ વિસાવદર પેટા ચૂંટણીમાં કુલ 54.61 ટકા મતદાન થયું હતું. જો કે વિસાવદર વિધાનસભા બેઠક પર બોગસ મતદાનની ફરિયાદો થઈ હતી. આ સમગ્ર ઘટનામાં સરકારી કર્મચારીએ રજૂ કરેલા રિપોર્ટ બાદ ચૂંટણી પંચ દ્વારા ફેર મતદાનનો નિર્ણય લેવાયો હતો. જે સંદર્ભે આજે વિસાવદર વિધાનસભા બેઠકના માલીડા અને નવા વાઘણીયા ગામે ફેર મતદાન યોજાયું છે.

આ પણ વાંચોઃ  Rain in Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 81 તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે, જાંબુઘોડામાં બારે મેઘ ખાંગા

Tags :
Bogus VotingElection CommissionGujarat FirstGUJARAT FIRST NEWSMalidaNava Vaghaniyare-pollingVisavadar bypoll 2025Visavadar Election NewsVoter Turnout
Next Article