ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Waqf Board : રાજ્યમાં વકફ બોર્ડ હેઠળની મિલકતોનું GPS મેપિંગ, સર્વે અને ડિજિટલાઇઝેશન

વકફ બોર્ડ હસ્તકની મિલકતોના સર્વે, રેકર્ડ મેનેજમેન્ટ, વ્યવસ્થાપનની કામગીરીને વેગ મળશે
03:27 PM Jun 25, 2025 IST | Kanu Jani
વકફ બોર્ડ હસ્તકની મિલકતોના સર્વે, રેકર્ડ મેનેજમેન્ટ, વ્યવસ્થાપનની કામગીરીને વેગ મળશે

 

Waqf Board :  કાયદા મંત્રી ઋષિકેશ પટેલ(Rushikesh Patel) દ્વારા રાજ્યમાં આવેલ વકફ બોર્ડ હેઠળની મિલકતોના GPS Maping-મેપિંગ, સર્વે-Survey અને ડીઝલાઈઝેશનની કામગીરી માટે રૂ. 6 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

જેમાં રાજ્યમાં આવેલ વકફ બોર્ડની મિલકતોના જીપીએસ મેપિંગ માટે રૂ.૨ કરોડ, સર્વેની કામગીરી માટે રૂ.૨ કરોડ અને વકફ બોર્ડની વેબસાઈટ તેમજ ઓનલાઈન ડીજીટલાઇઝેશનની કાર્યવાહી માટે રૂ.૨ કરોડ મળીને કુલ રૂ. ૬ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.

* આ કામગીરીને પગલે વકફ હેઠળની મિલ્કતોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થશે.

* ખરી મિલકતની જ નોંધણી થશે.

* બિનજરૂરી તકરારોનું નિરાકરણ આવશે.

* ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં.

તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા લાવવામા આવેલ Ummeed(Unified Waqf Management, Empowerment, Efficiency and Development) એક્ટ-૨૦૨૫ હેઠળની વિવિધ કાયદાકીય જોગવાઈઓનાં ભાગરૂપે આ કામગીરીને સઘન બનાવવાના પ્રયાસો ગુજરાત સરકાર દ્રારા હાથ ધરાયા છે.

આ પણ વાંચો: Gujarat Gram Panchayat Election 2025 Results: વેવાણ જયાબેન ડાંગોદરાએ વેવાણને આખી પેનલ સાથે હરાવ્યા

Tags :
GPS MapingRushikesh PatelsurveyUmmeedWAQF BOARD
Next Article