Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિસાવદર જેવી ચેતવણી હળવદથી! ધ્રાંગધ્રાના MLA સામે સોશિયલ મીડિયામાં લોકોનો આક્રોશ

Morbi : હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે સ્થાનિક લોકોનો આક્રોશ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ વ્યક્ત થઈ રહ્યો છે. લોકો દ્વારા ધારાસભ્યને જનતાને લગતી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું, જેમાં વીજળી, ખેતી માટે ખાતરની અછત, શિક્ષણની સમસ્યાઓ અને નહેરમાં પાણીના અભાવ જેવા મોટા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
વિસાવદર જેવી ચેતવણી હળવદથી  ધ્રાંગધ્રાના mla સામે સોશિયલ મીડિયામાં લોકોનો આક્રોશ
Advertisement
  • MLA પ્રકાશ વરમોરા સામે સોશિયલ મીડિયા પર આક્રોશ
  • વિસાવદર જેવી ચેતવણી હળવદથી!
  • "ફાંકા ફોજદારી નહીં કરો" – વરમોરાને ચેતવણી
  • સોશિયલ મીડિયામાં ધારાસભ્યનો જાહેર ઉધડો
  • કામ નહીં, ફક્ત પોસ્ટિંગ? લોકોએ સો.મીડિયામાં લીધો ઉધડો

Morbi : હળવદ-ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા (MLA Prakash Varmora) સામે સ્થાનિક લોકોનો આક્રોશ સોશિયલ મીડિયા (Social Media) પર ખુલ્લેઆમ વ્યક્ત થઈ રહ્યો છે. લોકોએ ધારાસભ્યને જનતાને લગતી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું, જેમાં વીજળી, ખેતી માટે ખાતરની અછત, શિક્ષણની સમસ્યાઓ અને નહેરમાં પાણીના અભાવ જેવા મોટા મુદ્દાઓનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ રહેલી પોસ્ટ્સમાં લોકોએ ધારાસભ્યને "ફાંકા ફોજદારી" ન કરવાની સલાહ આપી છે અને સાથે ચેતવણી પણ આપી છે કે જો કામગીરીમાં સુધારો નહીં આવે તો "વિસાવદર જેવી સ્થિતિ" સર્જાશે. આ ઘટનાઓએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

સોશિયલ મીડિયામાં ધારાસભ્યનો ઉધડો

સોશિયલ મીડિયા આજે લોકોના મંતવ્યો વ્યક્ત કરવાનું એક મજબૂત માધ્યમ બની ગયું છે, અને હળવદ-ધ્રાંગધ્રાના લોકોએ આ માધ્યમનો ઉપયોગ કરીને ધારાસભ્ય પ્રકાશ વરમોરા સામે પોતાની નારાજગી ખુલ્લેઆમ વ્યક્ત કરી છે. લોકોનો આક્ષેપ છે કે ધારાસભ્ય પોતાના વિસ્તારની જનતાની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન છે અને ફોન ઉપાડવાની તસ્દી પણ લેતા નથી. ખાસ કરીને, વીજળીની અનિયમિતતા અને વારંવારના પાવર કટની સમસ્યાએ લોકોને હેરાન કરી મૂક્યા છે. આ ઉપરાંત, શિક્ષણ ક્ષેત્રે પૂરતા શિક્ષકોની અછતનો મુદ્દો પણ ચર્ચામાં છે, જેના પર ધારાસભ્યની નિષ્ક્રિયતાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

ખેડૂતોની સમસ્યાઓ અને નહેરમાં પાણીનો મુદ્દો

હળવદ-ધ્રાંગધ્રા વિસ્તાર મુખ્યત્વે ખેતી આધારિત વિસ્તાર છે, અને ખેડૂતોની સમસ્યાઓએ આ વિવાદને વધુ ઉગ્ર બનાવ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને સમયસર ખાતર મળતું નથી, જેના કારણે ખેતીનું ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે. આ ઉપરાંત, નહેરમાં પાણી છોડવામાં વિલંબ થવાને કારણે સિંચાઈની સમસ્યા ઉભી થઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ્સમાં લોકોએ ધારાસભ્ય પર આ મુદ્દાઓનું નિરાકરણ ન કરવાનો આરોપ લગાવ્યો છે. એક પોસ્ટમાં તો લોકોએ ધારાસભ્યને "વિશ્વ ગુરુ અને યોગની વાતો" કરવાને બદલે વાસ્તવિક મુદ્દાઓ પર ધ્યાન આપવાની સલાહ આપી છે.

Advertisement

વિસાવદરની ચેતવણી

સોશિયલ મીડિયા પર લોકોએ ધારાસભ્યને ચેતવણી આપી છે કે જો તેઓ વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ નહીં કરે તો "વિસાવદર જેવી સ્થિતિ" સર્જાશે. આ ચેતવણીનો સંદર્ભ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચેના તાજેતરના રાજકીય વિવાદ સાથે જોડાયેલો છે, જેમાં સોશિયલ મીડિયા પર બંને ધારાસભ્યોએ એકબીજા સામે રાજીનામાની ચેલેન્જ આપી હતી. આ ઘટનાએ લોકોમાં રાજકીય નેતાઓ પ્રત્યે નારાજગી વધારી છે, અને હળવદ-ધ્રાંગધ્રાના લોકોએ પ્રકાશ વરમોરાને આ ઘટનાનું ઉદાહરણ આપીને ચેતવણી પણ આપી છે.

લોકોની અપેક્ષાઓ અને રાજકારણની નિષ્ફળતા

ભાજપની સરકાર હોવા છતાં, સ્થાનિક લોકોનો આરોપ છે કે ધારાસભ્ય પ્રકાશ વરમોરા વિસ્તારના મૂળભૂત પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. લોકોનું કહેવું છે કે ધારાસભ્ય સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને વાહવાહી લૂંટવામાં વ્યસ્ત છે, પરંતુ જમીની સ્તરે કોઈ નક્કર કામગીરી જોવા મળતી નથી. આ સ્થિતિએ લોકોમાં નિરાશા અને આક્રોશની લાગણી પેદા કરી છે. ખાસ કરીને, ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓએ પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે વારંવાર અપીલ કરી, પરંતુ તેના પર ધ્યાન આપવામાં આવ્યું નથી. આ જ કારણ છે કે લોકોમાં હવે નારાજગી એ હદે વધી ગઇ છે કે તેઓ પોતાની સમસ્યાઓના નીરાકરણના મુદ્દે ખુલ્લેઆમ મંત્રીઓનો ઉધડો લેવામાં પણ વિચાર કરતા નથી.

આ પણ વાંચો : Rajkot : Gujarat First ના અહેવાલની ધારદાર અસર, મેડિકલ કોલેજમાં તપાસનો ધમધમાટ

Tags :
Advertisement

.

×