Water Management:મિશન જળ સંચય: ગુજરાત સરકારની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ
- Water Management : ગુજરાતના જળાશયોની પાણી સંગ્રહ શક્તિ વધારવા જળ સંપત્તિ વિભાગે છેલ્લા ૩ વર્ષમાં ૨.૨૧ કરોડ ઘન મીટર માટીકામ અને 4,223કિમી લંબાઈમાં સફાઈ કામગીરી પૂર્ણ કરી નવો માઇલસ્ટોન સ્થાપ્યો છે
- જળ વ્યવસ્થાપનમાં ગુજરાતનો નવો માઇલસ્ટોન: 3 વર્ષમાં 2.21 કરોડ ઘન મીટર માટીકામ પૂર્ણ
Water Management : રાજ્યના ખેડૂતોના છેવાડાના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા અને જળ સંગ્રહ શક્તિ વધારવા માટે ગુજરાત સરકાર સતત કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના માર્ગદર્શન હેઠળ જળ સંપત્તિ વિભાગે છેલ્લા ત્રણ વર્ષમાં જળાશયોની મજબૂતી અને સફાઈ ક્ષેત્રે એક નવો આંકડો પાર કર્યો છે.
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઇશ્વરસિંહ પટેલે(Ishwar Singh Patel) વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકારી મશીનરીના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા રાજ્યમાં જળાશયો(reservoir), નહેરો અને તળાવો(resources)ની સ્થિતિ સુધારવા માટે મોટા પાયે અભિયાન ચલાવવામાં આવ્યું છે.
Water Management : લક્ષ્યાંક કરતાં વધુ કામગીરી: મુખ્ય સિદ્ધિઓ
વિભાગ(department) દ્વારા વર્ષ 2022-2023 થી 2024-25 દરમિયાન નક્કી કરાયેલા લક્ષ્યાંક કરતાં પણ વધુ કામગીરી કરીને એક નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે:
વિક્રમી માટીકામ: ૩ વર્ષમાં ૨૦૩ લાખ ઘન મીટર માટીકામના આયોજન સામે 221.37 લાખ ઘન મીટર (અંદાજે ૨.૨૧ કરોડ ઘન મીટર) માટીકામની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
બિનઉપયોગી વનસ્પતિનો નિકાલ: વિવિધ ડેમ, નહેરો અને તળાવોની આસપાસ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરવામાં આવ્યા છે. આશરે 123 લાખ ચોરસ મીટર વિસ્તાર એટલે કે 4,223 કિલોમીટરની લંબાઈમાં સફાઈ કામગીરી પૂર્ણ થઈ છે.
સાઇટ અને મશીનરીનો ઉપયોગ: આ ત્રણ વર્ષના ગાળામાં કુલ 1474 જેટલી સાઇટ પર કામ પૂરું કરાયું છે, જેમાં સરેરાશ 88 થી 96 જેટલી આધુનિક સરકારી હેવી અર્થ મુવીંગ મશીનરીનો રાત-દિવસ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Water Management : જળાશયો અને કેનાલના આયુષ્યમાં વધારો
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ વ્યાપક અભિયાનને કારણે નદી, નાળા, ચેકડેમ અને તળાવોમાંથી કાંપ દૂર કરીને તેમને મૂળ સ્થિતિમાં લાવવામાં આવ્યા છે. આ કામગીરીથી માત્ર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા જ નથી વધી, પરંતુ કેનાલોની પાણી વહન કરવાની ક્ષમતા અને તેના આયુષ્યમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત પૂરના સમયે પાણીના પ્રવાહને નડતરરૂપ અવરોધો દૂર થવાથી પૂર નિયંત્રણમાં પણ મોટી મદદ મળશે.
ભૌગોલિક પડકારો વચ્ચે અવિરત કામગીરી સિંચાઇ યાંત્રિક વર્તુળ વડોદરા અને અમદાવાદ હેઠળની કચેરીઓ દ્વારા આ કામગીરીનું સંચાલન થાય છે. માટીબંધ અને તટબંધનું મજબૂતીકરણ, ક્ષાર પ્રવેશ નિવારણ તેમજ કોફર ડેમ જેવા વિશિષ્ટ ઈજનેરી કામો માટે વિભાગના સ્ટાફ અને શ્રમિકોએ વિષમ હવામાન અને ભૌગોલિક પડકારો વચ્ચે પણ પ્રશંસનીય કામ કર્યું છે.
છેલ્લા ત્રણ વર્ષના આ આંકડા સાબિત કરે છે કે ગુજરાત સરકાર જળ વ્યવસ્થાપન બાબતે અત્યંત ગંભીર છે. આગામી સમયમાં આધુનિક ટેકનોલોજીના સહારે ગુજરાતને 'વોટર સરપ્લસ' Water surplus(પાણીની અછત વગરનું) રાજ્ય બનાવવાની દિશામાં વિભાગ ઝડપથી આગળ વધી રહ્યો છે.
આ પણ વાંચો Dang Strawberry Hub: વિદેશી ફળ, દેશી પદ્ધતિ: ડાંગની અનોખી કૃષિ ક્રાંતિ!


