Weather Forecast : આજે આ જિલ્લાઓમાં વાતાવરણ એ મારી 'ગુલાંટ'! જાણો આગાહી
- ફરીવાર રાજ્યનાં ખેડૂતોનાં માથે મંડરાઈ માવઠાની ઘાત! (Weather Forecast)
- રાજકોટ, ભાવગનર, બોટાદ, મહીસાગરમાં આજે વાતાવરણમાં પલટો
- કેટલાક વિસ્તારોમાં કરાં સાથે માવઠું પડતા કેરી, જુવાર સહિતનાં પાકને નુકસાનની ભીતિ
- આગામી 5 દિવસ સુધી માવઠું પડવાની ગઈકાલે હવામાન વિભાગે કરી હતી આગાહી
Weather Forecast : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહીએ જ્યાં એક તરફ લોકોને રાહત આપી છે તો બીજી તરફ જગતના તાતની ચિંતા વધારી છે. ગઈકાલે હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરી હતી. ત્યારે આજે રાજકોટ (Rajkot), ભાવનગર (Bavnagar), બોટાદ (Botad), મહીસાગર (Mahisagar) સહિતનાં જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
આ પણ વાંચો - Surat:ગુજરાત બોર્ડનું ધો. 12 નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓએ ગરબા રમીને કરી ઉજવણી
રાજકોટમાં યાજ્ઞિક રોડ, મવડી વિસ્તાર, રેસકોર્સ સહિતનાં વિસ્તારોમાં વરસાદી છાંટા
રાજકોટમાં (Rajkot) આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ શહેરનાં અનેક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. શહેરનાં યાજ્ઞિક રોડ, મવડી વિસ્તાર, રેસકોર્સ સહિતનાં વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા છે. હવામાન વિભાગની ભારે પવન અને માવઠાની આગાહીનાં પગલે ખેડૂત ચિંતા પ્રસરી છે. કેરીનાં પાક સહિત અન્ય પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.
-રાજકોટમાં વાતાવરણમાં આવ્યો પલટો
-રાજકોટ શહેરના અનેક વિસ્તારમાં વરસાદી છાંટા
-યાજ્ઞિક રોડ, મવડી વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા
-હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં પલટો#Rajkot #Rains #WeatherUpdate #RainInGujarat #GujaratWeather #GujaratFirst pic.twitter.com/w7MPT1iKp8— Gujarat First (@GujaratFirst) May 5, 2025
ભાવનગર-રાજકોટ હાઇવે વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો
ભાવનગર જિલ્લામાં (Bavnagar) પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી (Weather Forecast) બાદ ભાવનગર-રાજકોટ હાઇવે વિસ્તારમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે. સિહોર-સણોસરા રોડ પર કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોનાં પાકને નકસાન થવા પામ્યુ છે. ઉપરાંત, મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ભારે પવન અને વાદળછાયા વાતાવરણની વચ્ચે માવઠાની સ્થિતિને જોતા ખેડૂતો પરેશાન થયા છે. જ્યારે, વાદળછાયા વાતાવરણની વચ્ચે ઠંડા પવન ફૂંકાતા લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
આ પણ વાંચો - Bharuch : ધો.12 સામાન્ય પ્રવાહનું 93.33 ટકા પરિણામ, જાણો વિજ્ઞાન પ્રવાહનું કેવું રહ્યું રિઝલ્ટ ?
બોટાદનાં પાળિયાદ અને બોડી ગામે કરા સાથે કમોસમી વરસાદ
બોટાદ જિલ્લાનાં (Botad) ગ્રામ્ય વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જ્યારે બોટાદનાં પાળિયાદ અને બોડી ગામે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ઉપરાંત, રાણપુર, મોટી વાવડી ગામે પણ કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદ (Unseasonal Rains) પડતાં ખેડૂતોનાં વિવિધ પાક જેમ કે જુવાર, બાજરી, તલ સહિતનાં ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતિ સેવાઈ છે. જણાવી દઈએ કે, ગઈકાલે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે કરા પડી શકે છે.
આ જિલ્લાઓ માટે અપાયું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મોરબી, રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી છે. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર, વડોદરા, સુરત (Surat), જામનગર, જુનાગઢ (Junagadh), ગીર-સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ખેડા, છોટાઉદેપુર, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ સહિતનાં જિલ્લાઓમાં માવઠું પડી શકે છે. વરસાદની આગાહીનાં પગલે તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે.
આ પણ વાંચો - Pahalgam Attack : 'અમે ઘરડા થયા પણ અમારી ખુંમારી ઘરડી નથી થઈ' : ખમીરવંતી મહિલાઓનો એકસૂરે હુંકાર