Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લો બોલો ! સુરતના ચિલ્ડ્રન હોમમાંથી બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઇ, અપહરણનો ગુનો નોંધ્યો

અહેવાલ - રાબિયા સાલેહ સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા આશ્રમ રોડ ખાતે વીઆરપોપાવાલા ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝમાંથી 7 વર્ષનો બાળક ભાગી જતાં પોલીસ દોડતી થઇ હતી. સમગ્ર મામલે કતારગામ પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 7 વર્ષનો...
લો બોલો   સુરતના ચિલ્ડ્રન હોમમાંથી બાળક ગુમ થતાં પોલીસ દોડતી થઇ  અપહરણનો ગુનો નોંધ્યો
Advertisement

અહેવાલ - રાબિયા સાલેહ

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા આશ્રમ રોડ ખાતે વીઆરપોપાવાલા ચિલ્ડ્રન હોમ ફોર બોઈઝમાંથી 7 વર્ષનો બાળક ભાગી જતાં પોલીસ દોડતી થઇ હતી. સમગ્ર મામલે કતારગામ પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

7 વર્ષનો બાળક ભેદી સંજોગોમાં ગુમ થતા કતારગામ વિસ્તારના ચ્પ્પે ચપ્પે પોલીસે શોધખોળ કરી હતી. જોકે, બાળક જે દિવસે ગુમ થયો એ દિવસે આશ્રમમાં આશરે 49 જેટલા બાળકો મેદાનમાં રમી રહ્યાં હતાં, ત્યારબાદ અચાનક બાળક ગુમ થતાં પોલીસે બાળકની શોધખોળ આરંભી હતી. બીજા બાળકોને અહીં ગમતું નથી તેવું આ બાળક કહેતો હોવાનું પોલીસને આશ્રમમાંથી જાણવા મળ્યું હતું. કતારગામમાં વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ આવેલું છે. જેમાંથી બે દિવસ પહેલાં ગાંધીનગરથી 6 મહિના અગાઉ સિફ્ટ કરવામાં આવેલો 7 વર્ષનો બાળક ભેદી સંજોગોમાં ગુમ થયો હતો. બાળક ગુમ થતાં આશ્રમના કેર ટેકર દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement

કતારગામ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પર એક નજર કરીએ તો કતારગામ વિસ્તારના અનાથ આશ્રમ સર્કલ નજીક એજ વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમ આવેલું છે. આ હોમમાં અત્યારે 49 જેટલાં બાળકો આશ્રિત છે સાથે જ તેઓ અલગ અલગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ તમામ બાળકો સાથે 7 વર્ષનો સુરેશ વસાવા પણ હતો. જે ગત 27 જુલાઇ-2022 ના રોજ ગાંધીનગર બાળ સંભાળ ગૃહમાંથી પોપાવાલા ચિલ્ડ્રન હોમ સુરત ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. નાનો સુરેશ પોપાવાલા ચિલ્ડ્રન હોમ કેમ્પસમાં જ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અભ્યાસ અને ટ્યુશન ક્લાસમાં જતો હતો. જોકે, ગયા શનિવારે સવારે 10 વાગે તે હોમના મેદાનમાં રમી રહ્યો હતો. જોકે, અચાનક એ રમતાં રમતાં ગુમ થયો હોવાનું હોમ ના કેર ટેકરઓને માલૂમ પડ્યું હતું. તેઓ દ્વારા સુરેશની આંખા હોમમાં શોધખોળ શરૂ કરાઇ હતી. જોકે, કલાકો બાદ પણ સુરેશ જાતે નહીં આવતા ત્યાં ના સ્ટાફ અને વોચમેને હાર માની સુરેશ ગાયબ અથવા ગુમ થયો હોવાનું માની લીધું હતું.

હોમના કર્મચારીઓ દ્વારા સુરેશના સાથી બાળકોની પણ પૂછપરછ કરી હતી ત્યારે બાળકો એ તેમેં કહ્યું હતું કે, સુરેશને અહીં ગમતું ન હોવાનું તે કહ્યા કરતો હતો અને તે અહીંથી ભાગી જવાનું કહેતો હતો. આ તમામ હકીકત જાણવા પછી હોમનો સ્ટાફ દોડતો થયો હતો. સુરેશને શોધવા સુરત બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારમાં હોમના અધિકારીઓએ શોધખોળ કરી હતી. પરંતુ તેનો પતો લાગ્યો ન હતો. આખરે તેઓએ કતારગામ પોલીસ સ્ટેશનમાં 7 વર્ષના સુરેશ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો - ડ્રાઇવરની બેદરકારીથી સ્કૂલ બસના ટાયર નીચે કચડાઇને મોતને ભેટી ચોથા ધોરણમાં ભણતી માસુમ દિકરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×