Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan: "મને ખોટી રીતે ફસાવ્યો..." મામલતદાર ડી.ડી. પંડ્યાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કેમ કર્યો?

પાટણના સાંતલપુરના મામલતદાર ડી.ડી. પંડ્યાએ 6 શખ્સોના માનસિક ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાત પહેલા તેમણે વીડિયો અને સુસાઈડ નોટમાં ભાણેજ હરકિશનભાઈ સહિતના લોકો પર ACBમાં ખોટી ફરિયાદ કરી બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. હાલ તેઓ પાલનપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
patan   મને ખોટી રીતે ફસાવ્યો     મામલતદાર ડી ડી  પંડ્યાએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કેમ કર્યો
Advertisement
  • Patan: સાંતલપુરમાં ફરજ બજાવતા મામલતદારનો સુસાઇડનો પ્રયાસ
  • મામલતદાર ડી.ડી. પંડ્યાએ કર્યો સુસાઇડનો પ્રયાસ
  • આપઘાતનો પ્રયાસ કરતા પહેલા મામલતદરે બનાવ્યો વીડિયો

Patan:ગુજરાતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવતી એક ઘટના સામે આવી છે. પાટણ (Patan) જિલ્લાના સાંતલપુર (Santalpur) તાલુકામાં ફરજ બજાવતા મામલતદાર ડી.ડી. પંડ્યા (Mamlatdar D.D. Pandya)એ માનસિક ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ (Suicide Attempt) કરતા ચકચાર મચી ગઈ છે. કહેવાઈ છે કે મામલતદારે આ આત્મઘાતી પગલું ભરતા પહેલા એક ભાવુક વીડિયો બનાવ્યો હતો અને 6 પાનાની સુસાઈડ નોટ પણ લખી છે, જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવી છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Patan:  શું છે સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર સાંતલપુરના મામલતદાર તરીકે કાર્યરત ડી.ડી. પંડ્યા (Mamlatdar D.D. Pandya) છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતા. આ તણાવનું મુખ્ય કારણ કેટલાક શખ્સો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ હોવાનું સામે આવ્યું છે. તેમણે ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

વીડિયો અને સુસાઈડ નોટમાં ચોંકાવનારા ખુલાસા

મામલતદાર પંડ્યાએ આ પગલું ભરતા પહેલા મોબાઈલમાં એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે લખેલી સુસાઈડ નોટમાં કુલ 6 શખ્સોના નામનો ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાઈ છે. આ શખ્સો તેમને ખોટી રીતે બદનામ કરી રહ્યા હોવાનો અને સતત માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

ભાણેજ અને અન્ય શખ્સો દ્વારા ACBની ધમકી

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મામલતદારે પોતાના ભાણેજ હરકિશનભાઈ પર જ ગંભીર આરોપો લગાવ્યા છે. સુસાઈડ નોટ મુજબ, તેમનો ભાણેજ અને અન્ય શખ્સો તેમને લાંબા સમયથી હેરાન કરતા હતા. આ લોકોએ મામલતદાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં ખોટી ફરિયાદો કરી હતી અને તેમને ભ્રષ્ટાચારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આ સતત ચાલતા માનસિક ત્રાસ અને સામાજિક બદનામીના ડરથી કંટાળીને આખરે મામલતદારે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે.

Patan: પોલીસ તપાસ તેજ

આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કામે લાગ્યા છે. પોલીસે મામલતદારની સુસાઈડ નોટ અને વીડિયો કબજે લીધા છે. જે 6 શખ્સોના નામ નોટમાં લખવામાં આવ્યા છે, તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. વહીવટી ક્ષેત્રના એક ઉચ્ચ અધિકારી દ્વારા આ પ્રકારે આક્ષેપો સાથે આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર પાટણ અને પાલનપુર પંથકમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

આ પણ વાંચોઃ Amreli: નકલી ખાતરનો મોટો કારોબાર કેવી રીતે ઝડપાયો?

Tags :
Advertisement

.

×