Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sanatana Dharma: મોરારી બાપુ કેમ રોષે ભરાયા છે ? જાણો કોને શું કહ્યું બાપુએ...

છેલ્લા ઘણા સમયથી હિન્દુ દેવી દેવતાઓ પર થઈ રહેલ ટિપ્પણીઓને લઈ સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સનાતન ધર્મનાં કથાકાર દ્વારા કથા દરમ્યાન સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર પર કટાક્ષ કર્યો હતો.
sanatana dharma  મોરારી બાપુ કેમ રોષે ભરાયા છે   જાણો કોને શું કહ્યું બાપુએ
Advertisement
  • સનાતન ધર્મને લઈ જ્ઞાનપીઠ પરથી બાપુએ શું કહ્યું?
  • સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર પર કર્યો કટાક્ષ
  • સનાતન ધર્મનાં લોકોએ ક્યાં પાંચ દેવી દેવતાઓની પૂજા કરવી જોઈએ
  • જે આ પાંચ દેવની નિંદા કરે તેને કંઈ કહેવું નહીઃ બાપુ

ઘણા સમયથી દેવી દેવતાઓ પર કેટલાક સ્વામીઓ દ્વારા કરવામાં આવી રહેલ ટિપ્પણીઓને લઈ સનાતન ધર્મના સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે. તે બાદ પણ હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણીઓ યથાવત રહેતા સનાતન ધર્મનાં સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બાબતે સનાતન ધર્મ (Sanatana Dharma) નાં કથાકાર દ્વારા જ્ઞાનપીઠ પરથી સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર પર કટાક્ષ કર્યો હતો. તેમજ સખ્ત શબ્દોમાં તેઓની ટીકા કરી હતી.

Advertisement

થાય તો દિલ્હીમાં કથા કરવી છે....

આ બાબતે કથાકાર બાપુ દ્વારા જ્ઞાનપીઠ પરથી કથા દરમ્યાન તેઓએ કહ્યું હતું કે, એક કથા કરવી છે, માનસ સનાતન ધર્મ (Sanatana Dharma) પર, એક આખી કથા કરવી છે. જ્યારે સનાતન ધર્મ (Sanatana Dharma) પર કેટલાય પ્રકારથી હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક કથા...અને થાય તો દિલ્હીમાં કથા કરવાની વાત ચાલુ કથા દરમ્યાન બાપુ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીનો બફાટ, હિન્દુ દેવી-દેવતાઓ વિશે કરી ટિપ્પણી

સનાતન ધર્મનાં લોકોએ પાંચ દેવની પૂજા કરવી જોઈએ.

  • પહેલા છે ગણપતિ- જે વિવેકનાં દેવતા છે. વિનયનાં દેવતા છે.
  • બીજા ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ.
  • ત્રીજા ભગવાન વિષ્ણુંની પૂજા વંદના કરવી જોઈએ.
  • ચોથા ભગવાન શંકર
  • અને પાંચમાં મા પાર્વતી દુર્ગા

આ પાંચ દેવની પૂજા સનાતન ધર્મીઓ (Sanatana Dharma) એ કરવી જોઈએ. આ પાંચદેવની જે કોઈ નિંદા કરે તેને કંઈ પણ કહેવું નહી. પરંતું એટલું સમજી લેવું કે તે સનાતન ધર્મી નથી. બાકી કંઈ પણ થાય તે સનાતન ધર્મી નથી. તેમજ તેનો સાથ આપનાર પણ સનાતની નથી.

આ પણ વાંચોઃ Ahmedabad : સ્વામિનારાયણનાં સંતોના બફાટ સામે હવે VHP મેદાને, સાધુ-સંતોને એકઠા કરશે!

ભગવદ્ ગીતામાં કેટલી વાર સનાતન શબ્દનો ઉલ્લેખ કરાયો

ભાગવદ ગીતામાં કેટલીય વાર સનાતન (Sanatana Dharma) શબ્દ બોલવામાં આવ્યો છે. અદભૂત શબ્દ છે સનાતન, કૃષ્ણને જ્યારે અર્જુન કહે છે કે તમે કૃષ્ણ નથી, વાસુદેવ નથી, મધુસુદન નથી, માધવ નથી ત્યારે કૃષ્ણ પણ મૂંઝવણમાં મૂકાઈ જવા પામ્યા હતા. અને કહ્યું હતું કે તું કહેવા શું માંગે છે તારા મારે કેવા સબંધ છે. ત્યારે અર્જુન કહે છે કે, "सनातन स्तंभ पुरूषो मतोए". તમે સનાતન પુરૂષ છો મહારાજ, તમે માત્ર યશોદાનંદન, દેવકીનંદન, વાસુદેવ નંદન, નંદનંદન આતો છો બ્રહ્મ છે.

આ પણ વાંચોઃ Rajkot: નિત્યસ્વરૂપદાસજી સ્વામીને ભૂલનું ભાન થયું, કહી આ મોટી વાત....

Tags :
Advertisement

.

×