Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar : પુત્રવધૂના પ્રેમીએ જ પુત્રની હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ, પોલીસ તપાસ શરુ

અહેવાલ---કિશન ચૌહાણ, પોરબંદર પોરબંદર જિલ્લામાં તહેવાર ટાણે જ વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. જો કે આ હત્યાનો બનાવ ફેમિલી ક્રાઈમ'માં ગણાય, પરંતુ આ બનાવમાં અઠવાડિયા પહેલા મળેલી ધમકી અંગે પોરબંદર પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કર્યાના આક્ષેપો પરિવારજનોએ...
porbandar   પુત્રવધૂના પ્રેમીએ જ પુત્રની હત્યા કરી હોવાનો પરિવારનો આરોપ  પોલીસ તપાસ શરુ
Advertisement

અહેવાલ---કિશન ચૌહાણ, પોરબંદર

પોરબંદર જિલ્લામાં તહેવાર ટાણે જ વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. જો કે આ હત્યાનો બનાવ ફેમિલી ક્રાઈમ'માં ગણાય, પરંતુ આ બનાવમાં અઠવાડિયા પહેલા મળેલી ધમકી અંગે પોરબંદર પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કર્યાના આક્ષેપો પરિવારજનોએ કર્યા છે. પોરબંદરના છાંયાના દેવજી ચોકમાં રહેતા રાજુ જેસાભાઈ ઓડેદરા નામના ૩પ વર્ષના યુવાનની રાત્રે તેના ઘરમાં જ હત્યા થયાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી, તપાસ હાથ ધરી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.કમલાબાગ પોલીસે હાલ શકમંદ તરીકે રાજકોટના નિતિન પટેલ સામે એફઆઈઆર દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

રાજુએ કૃપાલી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા

Advertisement

પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા જેસાભાઈ નોઘણભાઈ ઓડેદરાએ શંકમદ રાજકોટના નિતિન પટેલ સામે ફરિયાદ નોધાવી છે. જેમાં જણાવેલ વિગત મુજબ મરણ જનાર રાજુના લગ્ન આઠેક વર્ષ પહેલા રઘુવંશી સોસાયટીમાં રહેતી કૃપાલીબેન ઉફે કપુ સાથે પ્રેમ લગ્ન કરેલ હતા. તેને સંતાનમાં એક સાત વર્ષની દિકરી કિંજલ છે.

કૃપાલી નિતીન પટેલ સાથે રહેવા જતી રહી હતી

કૃપાલી ઉર્ફે કપુ છેલ્લા સાત-આઠેક મહિનાથી પતિ રાજુથી અલગ થઈ તેની દીકરી કીંજલ સાથે રાજકોટ ખાતે કોઈ નિતિન પટેલ નામના માણસ સાથે રહેવા જતી રહેલ હતી. આજે તારીખ 8 નવેમ્બરે સવારના સમયે દૂધની ગાડી વાળા વનરાજભાઈ પરમારે આવીને જાણ કરી કે રાજુ દરવાજો ખોલતો નથી જેથી પિતા જેસાભાઈએ રાજુના ઘરનો દરવાનો ખખડાવ્યો હતો.પરંતુ રાજુએ દરવાજા ના ખોલતા પિતા જેસા ભાઈએ લોખંડની સીડી વડે રાજુના ઘરમાં પ્રવેશ કર્યો હતો. રૂમની લાઈટ ચાલુ કરી જોતા પલંગ પર લોહી લુહાણ હાલતમાં રાજુ પડેલો હતો. તેના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.ત્યાર બાદ પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.

જેસાભાઈ ઓડેદરાએ શકમંદ તરીકે નિતિન પટેલ સામે ફરિયાદ કરી

જેસાભાઈ ઓડેદરાના ફરિયાદમાં જણાવ્યા અનુસાર દિકરો રાજુ તેની પત્ની કપુને પરત ઘરે લાવવા માંગતો હોય જેથી વહુ કુપાલીબેનના પ્રેમી નિતિન પટેલ રહે રાજકોટ વાળાએ ગઈકાલે રાત્રીના સાડા નવેક વાગ્યા પછીથી આજરોજ સવારના સાત વાગ્યા સુધીના સમયગાળામાં રૂમમાં રાજુને બોથડ પદાર્થ વડે માથાના ભાગે જીવેલણ ઈજાઓ કરી મોત નિપજાવ્યું હોય તેવી શંકા છે. હત્યાના મામલે પિતા જેસાભાઈ ઓડેદરાએ શકમંદ તરીકે નિતિન પટેલ સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે કાર્યવાહી ના કરી હોવાનો આરોપ

આ હત્યાના બનાવ અંગે મૃતક રાજુના માતા વાલીબેને મીડીયાને જણાવ્યું હતું કે, આઠ દિવસ પહેલા ધમકી મળતી હતી. પુત્ર રાજુ ઓડેદરાની પત્ની કપુને રાજકોટનો નીતિન પટેલ નામનો શખ્સ સાતેક મહિના પહેલા ભગાડી ગયો હતો અને છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. ગત મંગળવારે પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી આ ધમકી અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગયા ત્યારબાદ પોલીસ દ્વારા એક અઠવાડિયામાં કોઈ જ કાર્યવાહી ન કરાતા ધમકી આપનારે આ હત્યા કર્યાનો આરોપ માતા વાલીબેન અને પિતા જેસાભાઈએ લગાવ્યો છે. ધમકી મળ્યાની જાણ થઈ ત્યારે પોલીસે તેની ગંભીરતા સમજી કડક કાર્યવાહી હાથ ધરી હોત તો રાજુની હત્યા ના થઈ ન હોત એવું ગામમાં પણ ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો---છોટાઉદેપુર જિલ્લાની મહિલાની પતિએ મોરબી ખાતે કરી ઘાતકી હત્યા

Tags :
Advertisement

.

×