ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kheda: અર્બુદા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના નામે કૌભાંડ કરનાર કરનાર આરોપી મહિલા ઝડપાઈ

સમગ્ર ગુજરાતમાં અર્બુદા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી (Arbuda Credit Cooperative Society) ના નામે કૌભાંડ કરનાર આરોપી મહિલા નિશા ઉર્ફે બોબી દેવેન્દ્ર અગ્રવાલને અમદાવાદમાંથી કપડવંજ પોલીસ (Kapadvanj Police) એ ઝડપી લીધી છે. વાંચો વિગતવાર.
09:22 PM Apr 25, 2025 IST | Hardik Prajapati
સમગ્ર ગુજરાતમાં અર્બુદા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી (Arbuda Credit Cooperative Society) ના નામે કૌભાંડ કરનાર આરોપી મહિલા નિશા ઉર્ફે બોબી દેવેન્દ્ર અગ્રવાલને અમદાવાદમાંથી કપડવંજ પોલીસ (Kapadvanj Police) એ ઝડપી લીધી છે. વાંચો વિગતવાર.
Arbuda Credit Cooperative Society scam Gujarat First-----

Kheda: સમગ્ર ગુજરાતમાં અર્બુદા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી (Arbuda Credit Cooperative Society) ના નામે કૌભાંડ કરનાર આરોપી મહિલા નિશા ઉર્ફે બોબી દેવેન્દ્ર અગ્રવાલને અમદાવાદ માંથી ઝડપી લેવામાં આવી છે. આ આરોપી મહિલા મૂળ રાજસ્થાનના માઉન્ટ આબુ અને યુપીના મેરઠની છે. આ મહિલાએ લોકોને વધુ વ્યાજની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ ફરાર થઈ ગઈ હતી. ત્યારથી રાજ્યના અનેક જિલ્લાની પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.

Arbuda Credit Cooperative Society ના નામે કૌભાંડ

આરોપી નિશાએ ગુજરાતના કોઈ એક શહેર કે જિલ્લામાં છેતરપિંડી નથી કરી. તેણીએ અનેક શહેરોના લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવ્યા હતા. ખેડાના SP રાજેશ ગઢિયા (Rajesh Gadhiya) ના કહેવા મુજબ, આરોપીએ 2017માં Arbuda Credit Cooperative Society ના નામે વિવિધ શહેરોમાં ઓફિસ ખોલી હતી. ઓછા રોકાણમાં તગડા વળતરની લાલચ આપી રૂપિયા લીધા હતા. જેમાં ખેડા, સાબરકાંઠા, ગાંધીનગર, મહીસાગર, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ ગ્રામ્ય અને પાટણ સહિતના જિલ્લાના લોકોએ સારા વળતરની લાલચે અનેક લોકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યુ હતું. તમામ લોકોના રૂપિયા લઈ ઓફિસે તાળા મારી રાતોરાત મહિલા ફરાર થઈ ગઈ હતી. નેપાળ સહિતના દેશોમાં ભાગતી ફરતી હતી. આ બાબતે વિવિધ જિલ્લામાં 15 જેટલી ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી 6 જેટલા પોલીસ સ્ટેશનમાં મહિલા આરોપી વોન્ટેડ હતી.

આ પણ વાંચોઃ  GARC નો દ્વિતીય ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયો

પોલીસ કાર્યવાહી

સમગ્ર ગુજરાતમાં Arbuda Credit Cooperative Society ના નામે કૌભાંડ કરનાર આરોપી મહિલા નિશા ઉર્ફે બોબી દેવેન્દ્ર અગ્રવાલને અમદાવાદ માંથી ઝડપી લેવામાં આવી છે. આ આરોપી મહિલા મૂળ રાજસ્થાનના માઉન્ટ આબુ અને યુપીના મેરઠની છે. આ મહિલાએ લોકોને વધુ વ્યાજની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ત્યારબાદ ફરાર થઈ ગઈ હતી. ત્યારથી રાજ્યના અનેક જિલ્લાની પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. જેમાંથી Kapadvanj Police ને બાતમી મળી હતી કે, આ આરોપી મહિલા અમદાવાદના નારણપુરા વિસ્તારમાં છુપાયેલ છે. કપડવંજ પોલીસે સત્વરે આ મહિલાની ધરપકડ કરી લીધી છે. હવે પોલીસ આરોપી મહિલા અત્યારસુધી કયાં-ક્યાં છુપાઈ હતી, પોલીસથી બચવામાં મહિલાનો સાથ કોણે આપ્યો, કૌભાંડ કરવામાં મહિલાની સાથે કેટલા લોકો સંડોવાયેલા હતા, કૌભાંડના રૂપિયા માત્ર નિશાએ જ ચાઉં કર્યા છે કે અન્ય ભાગીદારો હતા તે દિશામાં તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ  Pahalgam Terror Attack : સુરતના મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ મોદી સરકાર પર જાહેર કર્યો વિશ્વાસ

Tags :
Ahmedabad fraud arrestArbuda Credit Cooperative Society scamCooperative society fraudFake investment schemeFinancial scam GujaratGujarat financial fraudGujarat FirstGUJARAT FIRST NEWSHigh interest rate scamKapadvanj police arrestMeerut woman arrestedMount Abu scam accusedMulti-district fraud caseNisha alias Bobby Devendra Agarwal
Next Article