Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

World Environment Day : કેન્દ્રની મોદી સરકારનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માન્યો આભાર

ભારત સરકારે રાજ્યમાં અરવલ્લીની (Aravalli) ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
world environment day   કેન્દ્રની મોદી સરકારનો વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ માન્યો આભાર
Advertisement
  1. World Environment Day નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને મોટી ભેટ
  2. અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો ભારત સરકારે લીધો નિર્ણય
  3. અરવલ્લીની ગિરિમાળાને ગ્રીન વોલ બનાવવાનાં નિર્ણય બદલ PM મોદીનો આભાર : શંકર ચૌધરી
  4. 'અરવલ્લીની ગિરિમાળા ગ્રીન વોલ બનવાથી પ્રકૃતિનું સંવર્ધન થશે'

World Environment Day : આજે પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગુજરાતને મોટી અને વિશેષ ભેટ આપી છે. ભારત સરકારે રાજ્યમાં અરવલ્લીની (Aravalli) ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારનાં આ નિર્ણય અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની (Shankar Chaudhary) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ નિર્ણય બદલ વડાપ્રધાન મોદી અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

આ પણ વાંચો - Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 11 વિવિધ પ્રકલ્પોનું વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગ

Advertisement

Advertisement

અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો ભારત સરકારે લીધો નિર્ણય

આજે પર્યાવરણ દિવસ (World Environment Day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારે ગુજરાતને અનોખી ભેટ આપી છે. ભારત સરકારે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીન વોલ (Green Wall) બનાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કેન્દ્ર સરકારનાં આ મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય અંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે,'અરવલ્લીની ગિરિમાળાને ગ્રીન વોલ બનાવવાનાં નિર્ણય બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર.'

આ પણ વાંચો - Visavadar by-Election : વિસાવદર બેઠક પર ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો, હવે 16 વચ્ચે ચૂંટણી જંગ, જાણો કારણ

અરવલ્લીની ગિરિમાળા ગ્રીન વોલ બનવાથી પ્રકૃતિનું સંવર્ધન થશે : શંકર ચૌધરી

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ (Shankar Chaudhary) વીડિયો મેસેજ થકી વધુમાં કહ્યું કે, અરવલ્લીની (Aravalli) ગિરિમાળા ગ્રીન વોલ બનવાથી પ્રકૃતિનું સંવર્ધન થશે. બનાસકાંઠાથી (Banaskantha) દાહોદ સુધીનો આ પ્રાકૃતિક બેલ્ટને એક ગ્રીન વોલ તરીકે નિર્માણ કરવાનો ભારત સરકારે આજે નિર્ણય કર્યો છે. ગુજરાતની સમગ્ર ઇકો સિસ્ટમને આનો ફાયદો થશે. વધુ વૃક્ષો થતાં આ વિસ્તારમાં વરસાદ પણ વધુ થશે. વોટર ટેબલને પણ અપ કરવાના કામમાં સહયોગી થશે.' પ્રજા તરીકે આપણે બધા આ કામમાં જોડાઈ એ એવી અપીલ તેમણે કરી હતી.

આ પણ વાંચો - Dwarka : ગોમતી નદીમાં એક સાથે 7 યાત્રિકો ડૂબ્યાં, નાની ઉંમરની યુવતીનું મોત

Tags :
Advertisement

.

×