Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

World Migration-Nomadic Birds : સ્થળાંતર પક્ષીઓની પહેલી પસંદગી ગુજરાત

Gujarat : ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ (World Migration-Nomadic Birds’)દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ’ નક્કી કરવામાં આવી છે.
world migration nomadic birds   સ્થળાંતર પક્ષીઓની પહેલી પસંદગી ગુજરાત
Advertisement
  • ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ (‘World Migration-Nomadic Birds’) દિવસ 10 મે: 2025
  • છેલ્લા બે વર્ષમાં રાજ્યની ચાર ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે ૧૪.૨૦ લાખથી વધુ યાયાવર પક્ષીઓ બન્યા ગુજરાતના મહેમાન
  • વર્ષ ૨૦૨૪-૨૫માં વિવિધ ૨૭૬ પ્રજાતિઓના સૌથી વધુ ૬.૯૧ લાખથી વધુ યાયાવર પક્ષીઓ નળસરોવરની મુલાકાતે
  • ખીજડીયા પક્ષી અભયારણ્યમાં સૌથી વધુ ૨૯૧ પ્રજાતિઓના ૫.૩૪ લાખ સ્થળાંતરીત પક્ષીઓ નોંધાયા
  • છેલ્લા ૧૪ વર્ષમાં થોળ-નળસરોવર પક્ષી અભયારણ્યમાં યાયાવર પક્ષીઓમાં નોંધપાત્ર વધારો

Gujarat : ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧૦ મેના રોજ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ (World Migration-Nomadic Birds’)દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની થીમ આ વર્ષે ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ’ નક્કી કરવામાં આવી છે. આ દિવસની ઉજવણીના સંદર્ભે વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫ એમ છેલ્લા બે વર્ષમાં રાજ્યની ચાર ‘રામસર સાઈટ’ વિસ્તારમાં અંદાજે ૧૪.૨૦ લાખથી વધુ યાયાવર પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા છે એટલે કે, તેમના માટે ગુજરાત પહેલી પસંદગીનું સુરક્ષિત અને મૈત્રીપૂર્ણ રાજ્ય બન્યું છે જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. આ પક્ષીઓ મુખ્યત્વે નવેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવે છે તેમ, વન વિભાગ દ્વારા જણાવાયું હતું.

Tags :
Advertisement

.

×