Jamanagar: ગર્ભવતી પત્નીની આંખ સામે પતિની કરુણ હત્યા, પૂર્વ પતિએ છરીના ઘા ઝીંક્યા
- જામનગરમાં (Jamanagar) યુવાનની કરપીણ હત્યાથી સનસનાટી
- ગર્ભવતી પત્નીની સામે જ પતિ પર છરીથી હુમલો કર્યો
- પત્નીના પૂર્વ પતિએ જ યુવકની હત્યા કરી નાખી
- યુવકની હત્યા પાછળનું કારણ હજુ અકબંધ
- પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથ ધરી
- જામનગર પોલીસે હત્યાના મામલે તપાસ ઝડપી બનાવી
Jamanagar: જામનગર શહેરમાં એક યુવકની તેની ગર્ભવતી પત્નીની નજર સામે જ કરપીણ હત્યા કરી દેવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ હત્યા આરોપીએ એવા સમયે કરી જ્યારે દંપતી ગર્ભવતી પત્નીના નિયમિત તબીબી ચેકઅપ માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા.
જામનગરમાં હત્યાની ચોંકાવનારી ઘટના
મળતી માહિતી મુજબ મૃતક યુવાન પોતાની ગર્ભવતી પત્ની સાથે ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ કરાવવા જઈ રહ્યો હતો. તે જ સમયે રસ્તામાં આરોપીએ દંપતીને અટકાવ્યા અને અચાનક છરી કાઢીને યુવક પર તૂટી પડ્યો. પત્નીની આંખ સામે જ આરોપીએ યુવકના પેટ અને છાતીમાં અનેકવાર છરીના ઘા ઝીંક્યા, જેના કારણે યુવક લોહીલુહાણ હાલતમાં જમીનદોસ્ત થઈ ગયો.
પત્નીનો પહેલો પતિ બન્યો બીજા પતિનો કાતિલ
ચોંકાવનારી વાત એ છે કે આરોપી કોઈ અજાણ્યો નહીં પરંતુ મૃતકની પત્નીનો પહેલા લગ્નનો પતિ છે. બંને વચ્ચે છૂટાછેડા થયા બાદ મહિલાએ રાહુલ સાથે બીજા લગ્ન કર્યા હતા અને હાલ તે સાત માસની ગર્ભવતી છે.ઘટનાની જાણ થતાં જ જામનગર સિટી પોલિસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નહીં
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આરોપીની ધરપકડ થયા બાદ જ સાચું કારણ સામે આવશે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે.
આ પણ વાંચો: Banaskantha: પાલનપુરમાં રખડતા પશુઓનો ત્રાસ, કોઈ કોન્ટ્રાક્ટ લેવા પણ તૈયાર નહીં!