Surat: ઉત્તરાયણના બે મહિના પહેલા જ યુવકનું ગળું કપાયું, પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું
- ઉત્તરાયણના 2 મહિના પહેલા જ પોલીસે જાહેરમાનું બહાર પાડ્યું
- જાહેરનામા પ્રમાણે બાબતો પર લગાવવામાં આવ્યો છે પ્રતિબંધ
- સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ચગાવી શકાશે નહીં
Surat: ઉત્તરાયણને હજી પણ એકાદ મહિનાની વાર છે પરંતુ બાળકો અત્યારે પતંગો ચગાવવા લાગ્યાં છે. સુરતમાં પગંતની દોરીને લઈને એક અકસ્માત થયો છે. સુરતમાં ઉત્તરાયણના બે મહિના પહેલા 1 યુવકનું ગળું કપાયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. નોંધનીય છે કે, આ ઘટના ઘટ્યા બાદ 2 મહિના પહેલા જ સુરત પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે. એટલું જ નહીં પરંતુ આજથી સુરતમાં 16 જાન્યુઆરી સુધી ચાઈનીઝ દોરી અને તુકકલ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાકોનું વાવેતર કરીને ખેતીમાં મેળવી સફળતા, આવક થઈ બમણી...
પતંગ પર ઉશ્કેરણી જનક લખાણ ઉપર પણ પ્રતિબંધ
ચાઈનીઝ દોરી સાથે સાથે સુરતમાં પતંગ પર ઉશ્કેરણી જનક લખાણ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ મોટા અવાજે સ્પીકર વગાડશો તો પણ કાર્યવાહી કરવામાં આવશે. તો જાહેર રસ્તા ફૂટપાથ તેમજ ભયજનક રીતે ધાબા પર પતંગ ઉડાડવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે નાયલોન સિન્થેટિક મટીરીયલથી કોટ કરેલી તેમજ નોનબાયોડીગ્રેડેબલ ચાઈનીઝ દોરી પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.
આ પણ વાંચો: Bhuj: પ્રતિબંધિત હાથીદાંતની બંગડીઓ વેચવાનું કારસ્તાન ઝડપાયું, ચાર આરોપીઓની ધરપકડ
જાહેરનામું 22 નવેમ્બરથી 16 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે
નોંધનીય છે કે, સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન પતંગ ચગાવી શકાશે નહીં તેવું પણ જાહેરનામાં કહેવામાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે આ જાહેરનામું 22 નવેમ્બરથી 16 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. જો જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો પોલીસ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, અત્યારે જે લોકોએ પગંત ચગાવવાનું શરૂ કર્યું છે તેમના માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉત્તરાયણ પહેલા સાવચેતીના ભાગરૂપે સુરત પોલીસે કડક વલણ દાખવ્યું છે.
આ પણ વાંચો: Junagadh : ગાદી માટે ઘમાસાણ! હરીગીરી બાપુને ભવનાથ મંદિરમાંથી બહાર કાઢીશ: મહેશગીરી બાપુ