ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગોંડલ આશાપુરા ડેમમાં યુવાનનું ડૂબી જવાથી નિપજ્યું મોત

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહેતા યુવાન તેના સાળા અને ભત્રીજો ગુરુવારે બપોરના સુમારે આશાપુરા ડેમ ખાતે ન્હાવા માટે પહોંચ્યા હતા. દરમિયાન યુવાનનો પગ લપસતાં ડેમના ઊંડા પાણીમાં ગરક થઈ જતા તેનું...
08:40 PM Sep 21, 2023 IST | Hardik Shah
અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહેતા યુવાન તેના સાળા અને ભત્રીજો ગુરુવારે બપોરના સુમારે આશાપુરા ડેમ ખાતે ન્હાવા માટે પહોંચ્યા હતા. દરમિયાન યુવાનનો પગ લપસતાં ડેમના ઊંડા પાણીમાં ગરક થઈ જતા તેનું...

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહેતા યુવાન તેના સાળા અને ભત્રીજો ગુરુવારે બપોરના સુમારે આશાપુરા ડેમ ખાતે ન્હાવા માટે પહોંચ્યા હતા. દરમિયાન યુવાનનો પગ લપસતાં ડેમના ઊંડા પાણીમાં ગરક થઈ જતા તેનું મોત નીપજ્યું હતું. જ્યારે ભત્રીજા ને કાકાએ બચાવી લેતા તેને જીવત દાન મળ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વોરા રોડ પંચપીરની ધાર પાસે રહેતા રમેશભાઈ મનુભાઈ ચૌહાણ ઉંમર 38 તેના સાળા ગોપાલભાઈ મકવાણા અને ભત્રીજો દિવ્યેશ રાઠોડ ત્રણે ગુરુવારે બપોરના સુમારે આશાપુરા ડેમ ખાતે ન્હાવા માટે પહોંચ્યા હતા. દરમિયાન રમેશભાઈનો પગ લપસતા તેઓ ડેમના ઊંડા પાણીમાં ગરક થયા હતા. સાથે સાથે દિવ્યેશ પણ ખેંચાયો હતો. દરમિયાન ગોપાલભાઈએ દિવ્યેશનો હાથ ખેંચી બહાર કાઢી લેતા તેનો બચાવ થયો હતો. જ્યારે રમેશભાઇનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે નગરપાલિકા ફાયર વિભાગના તરવૈયાઓ ડેમ ખાતે દોડી ગયા હતા અને ડૂબી ગયેલા રમેશભાઈના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બનાવના પગલે યુવાનના પરિવારમાં કલ્પાંત છવાયો હતો. સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી.

મૃતક રમેશભાઈ મમરાના કારખાનામાં કામ કરતા હતા અને ગોપાલભાઈને નવું બાઈક છોડાવવાનું હોય જ્યાં બે કલાકનો સમય લાગે તેમ હોય ત્રણે જણા ડેમ ખાતે પહોંચ્યા હતા અને અણબનાવ બની જવા પામ્યો હતો.

આ પણ વાંચો - ગોંડલ અમર ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરાયું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Ashapura DamdiesGondalGondal Ashapura Damgondal newsYoung Man
Next Article