Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat ના પાલમાં વીજળી પડતા યુવકનું મોત, સામે આવ્યો હ્રદય કંપાવતો Video

ગઇકાલે વરસાદી માહોલ વચ્ચે ઘટના ઘટી હતી વીજળી પડતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું પાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો Surat: આગાહી પ્રમાણે અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. સુરતમાં પણ વરસાદની આગાહી...
surat ના પાલમાં વીજળી પડતા યુવકનું મોત  સામે આવ્યો હ્રદય કંપાવતો video
  1. ગઇકાલે વરસાદી માહોલ વચ્ચે ઘટના ઘટી હતી
  2. વીજળી પડતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું
  3. પાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધ્યો

Surat: આગાહી પ્રમાણે અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે. સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અત્યારે સુરતમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ આ દરમિયાન એક ભયાનક સમાચાર સામે આવ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે સુરતના એક વિસ્તારમાં યુવક પર વીજળી પડવાની ઘટના બની છે. સુરતના પાલમાં વીજળી પડતા યુવકનું ઘટના સ્થળ પર જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ઝડપાયો PSI , Surat ACB એ ગોઠવ્યું હતું છટકું

Advertisement

વીજળી પડતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ

નોંધનીય છે કે, યુવત ઘરની બહાર નીકળ્યો ત્યારે તેની પર વીજળી પડી હતી. મળતી જાણકારી પ્રમાણે ગઇકાલે વરસાદી માહોલ વચ્ચે આ ઘટના ઘટી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી પડતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. ઉલ્લેખનીય છે કે, ઘટનાને પગલે સુરત પાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે યુવક મૂળ યુપીનો છે અને પરિવાર સાથે પાલ રહેતો હતો. પરંતુ અહીં તેના પર વીજળી પડતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Surat Traffic police: 50 થી 100 વાર મેમો ફટકાર્યો પણ સુરતીઓ સુધર્યા નહીં! RTO દ્વારા 12,631 લાઇસન્સ રદ કરાશે

Advertisement

મૂળ યુપીનો યુવક જે પરિવાર સાથે પાલમાં રહેતો હતો

આગાહી પ્રમાણે અત્યારે રાજ્યભરમાં વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, સ્વાભાવિક છે કે, વરસાદ થાય તો તેની સાથે કડાકા ભડાકા સાથે વીજળી પણ થતી હોય છે. આવી જ એક ઘટના સુરતના પાલ વિસ્તારમાં બની છે. મૂળ ઉત્તર પ્રદેશનો યુવક કે જે પરિવાર સાથે સુરતના પાલ વિસ્તારમાં રહેતો હતો તેના પણ વીજળી પડવાની ઘટના બની હતી. જેથી તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

આ પણ વાંચો: Surat: હવે બસ પણ મહિલાઓ માટે સુરક્ષિત નથી! બસના ડ્રાઈવરે પરિણીતા પર આચર્યું દુષ્કર્મ

Tags :
Advertisement

.