New Year 2025 Celebrations: નવા વર્ષને આવકારવા યુવાહૈયાઓમાં થનગનાટ: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં થશે ઉજવણી
- નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસ રહેશે ખડેપગે
- ગુજરાતના 4 મહાનગરોમાં પોલીસે પણ ખડેપગે જોવા મળશે
- રાત્રે 31st ની ઉજવણીને લઈને કેટલાક માર્ગો બંધ રહેશે
New Year 2025 Celebrations: આજે 2024 ની છેલ્લી સવાર છે, આવતીકાલથી 2025ની શરૂઆત થવાની છે, ત્યારે આજે નવા વર્ષની ઉજવણી માટે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં અત્યારે તેની તૈયારીઓ પણ પૂરી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ગુજરાતના 4 મહાનગરોમાં પોલીસે પણ ખડેપગે જોવા મળશે. એટલું જ નહીં પરંતુ લોકો માટે ખાસ સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આજે રાત્રે 31st ની ઉજવણીને લઈને કેટલાક માર્ગો બંધ રહેશે તો ચાલો જાણીએ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગ વિશે...
પોલીસે આખા શહેરમાં ચાપતી નજર રાખશે
અમદાવાદ શહેરમાં આજે 31st ની ઉજવણીને લઈને પોલીસે આખા શહેરમાં ચાપતી નજર રાખશે. શહેરમાં ક્યાંય કોઈ અઘટિત ઘટના ન બને, કોઈ પાર્ટીમાં અશ્લીલતા કે મહિલાઓ સાથે કોઈ દુર્વ્યવહાર ના થાય તે માટે પણ પોલીસે ખાસ કાળજી લેશે. આજે પાર્ટીને આયોજકોએ પણ મહિલા સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું પડશે.પોલીસે પણ આ માટે એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે. જ્યાં પણ આવી કોઈ ઘટના બનશે ત્યાં પોલીસ આકરી કાર્યવાહી પણ કરશે.
ત્રણ માર્ગોને સાંજે 6 વાગ્યા બાદ પ્રતિબંધિત
શહેની વાત કરવામાં આવે તો આજે સિંધુભવન સહિત સીજી રોડ અને એસજીહાઈવે પર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. આ ત્રણ માર્ગોને સાંજે 6 વાગ્યા બાદ પ્રતિબંધિત જાહેર કરાયા છે, જો કે, તેના માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ત્રણ માર્ગો પર અમદાવાદ પોલીસ પણ ખડેપગે રહીને લોકો પણ ખાસ ધ્યાન રાખશે. આ સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસે પ્લાન તૈયાર કરી રાખ્યો છે.
આખા સુરત શહેરમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
સુરતમાં કુલ 6થી 7 જગ્યાએ મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યારે અનેક પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.ખાસ કરીને આ પાર્ટીનાં સંચાલકોએ મહિલાઓની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ સાથે સુરત પોલીસ દ્વારા પણ 31 ની રાત્રે યોજાતી પાર્ટીઓ અને કાર્યક્રમોને લઈને આખા સુરત શહેરમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અઘટિત ઘટના ના બને તે માટે ખાસ બંદોબસ્ત ગોઠવાયો છે. સુરત શહેરમાં કુલ 70 થી પણ વધારે સી ટીમોને એક્ટિવ કરવામાં આવી છે. આ સી-ટીમ સાદા કપડાંમાં આખા શહેરમાં ચાપતી નજર રાખવાની છે.
વડોદરા શહેરમાં પણ પોલીસ ખડેપગે
વડોદરામાં ફતેગંજ વિસ્તારમાં લાલ ચર્ચની બહાર અને સયાજીગંજ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને નવા વર્ષની ઉજવણી કરવાના છે. આવા કાર્યક્રમોમાં પોલીસ દ્વારા પણ ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ખાસ વ્યવસ્થા કરી અને એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા નવા વર્ષની ઉજવણી માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 31 ડિસેમ્બરે જૂથમાં જે પાર્ટીઓ આયોજિત કરવામાં આવશે, તે માટે 211 ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ, અને કેફે સંચાલકોએ તેમની પાર્ટીઓ માટે મંજૂરી લેવાની સૂચના આપવામાં આવી છે. વડોદરા ગ્રામ્ય પોલીસ 400થી વધુ કર્મચારીઓ સાથે 31 ડિસેમ્બરે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સજાગ રહેશે. બ્રેથ એનાલાઇઝર, એન.ડી.પી.એસ કીટ અને બોડી વોર્ન કેમેરા સાથે વાહન ચેકિંગ અને ચેકપોસ્ટમાં ઊભા રહીને સમગ્ર જિલ્લામાં સખ્તીથી કામગીરી કરાશે. તેમજ, ઘોડેસવાર પોલીસ અને શી-ટીમ પણ પેટ્રોલીંગ માટે દૈનિક માર્ગો પર ચકાસણી કરશે.
રાજકોટ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર
રાજકોટમાં 31 ડિસેમ્બર માટે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈને રાજકોટ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનો, ક્રાઇમ બ્રાન્ચ, SOG, અને ટ્રાફિક શાખાને પેટ્રોલિંગ અને વાહન ચેકીંગ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, દારૂ અને માદક પદાર્થોનો ઉપયોગ કરનારા તેમજ અન્ય લોકોના જશ્નમાં ખલેલ પહોંચાડતા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને "ડ્રિંક એન્ડ ડ્રાઇવ" પર ધ્યાન કેન્દ્રિત કરીને પોલીસે આ વર્ષે વધુ ચકાસણી કરવાનો નિર્દેશ આપ્યો છે.
નવા વર્ષની ઉજવણી માટે ખાસ એક્શન પ્લાન તૈયાર
આ ઉપરાંત, પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર અને નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક્શન કીટનો ઉપયોગ કરીને ચેકીંગ કરવામાં આવશે. આ બંદોબસ્તનો ઉદ્દેશ લોકોને સલામત અને આનંદદાયક રીતે નવા વર્ષની ઉજવણી કરવા માટે યોગ્ય વાતાવરણ પ્રદાન કરવાનો છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પાર્ટી પ્લોટમાં યોજાતા ખાનગી આયોજનો માટે આયોજકોએ ખાનગી સિક્યોરિટી રાખવી અને સીસીટીવી કેમેરાથી જગ્યા કવર કરવાની સૂચના આપવામાં આવી છે.
"ડ્રિંક એન્ડ ડ્રાઇવ" સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
આ ઉપરાંત, શહેરના મુખ્ય ચાર રસ્તાઓ પર પોલીસ ટીમો દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવશે, અને "ડ્રિંક એન્ડ ડ્રાઇવ" સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્રેથ એનાલાઇઝર અને અન્ય ઉપકરણો સાથે ચેકીંગ કરવામા આવી રહ્યું છે. છેલ્લા 10 દિવસથી, ટ્રાફિક શાખા દ્વારા રાત્રિના સમયે સતત ડ્રાઇવ ચાલી રહી છે, જેમાં 1000થી વધુ વાહન ચાલકોની તપાસ કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસનો ઉદ્દેશ લોકોની સલામતી અને નવા વર્ષની ઉજવણીના હાર્શ એક્સિડેંટ્સ અટકાવવાનું છે.