આ ચૂંટણીમાં 3 નરેન્દ્ર, 6 ભૂપેન્દ્ર અને 6 અમિત પણ મેદાનમાં, જાણો રસપ્રદ માહિતી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે રાજકીય પક્ષો વચ્ચે રસાકસીનો મુકાબલો જોવા મળી રહ્યો છે. દરેક પક્ષ ચૂંટણીમાં જીતીને સત્તા હાંસલ કરવાના પ્રયાસો કરીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે રસપ્રદ સમાચાર મુજબ આ ચૂંટણીમાં 8 રાહુલ, 6 ભૂપેન્દ્ર તથા 3 નરેન્દ્ર અને 6 અમિત પણ ચૂંટણી લડી રહ્યા છે. 6 અરવિંદ પણ ચૂંટણી લડી રહ્યા છે. મુખ્ય આગેવાનોનો જ મુખ્ય ચહેરો આ વખતન
05:50 AM Nov 24, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે રાજકીય પક્ષો વચ્ચે રસાકસીનો મુકાબલો જોવા મળી રહ્યો છે. દરેક પક્ષ ચૂંટણીમાં જીતીને સત્તા હાંસલ કરવાના પ્રયાસો કરીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે રસપ્રદ સમાચાર મુજબ આ ચૂંટણીમાં 8 રાહુલ, 6 ભૂપેન્દ્ર તથા 3 નરેન્દ્ર અને 6 અમિત પણ ચૂંટણી લડી રહ્યા છે. 6 અરવિંદ પણ ચૂંટણી લડી રહ્યા છે.
મુખ્ય આગેવાનોનો જ મુખ્ય ચહેરો
આ વખતના ચૂંટણી જંગમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ અલગ અલગ રાજકીય પક્ષોના મુખ્ય ચહેરા છે અને તેઓને આગળ રાખીને તેમનો પક્ષ ચૂંટણી લડી રહ્યો છે. તેમની જાહેરસભાઓ પણ અલગ અલગ વિસ્તારમાં યોજાઇ રહી છે.
8 રાહુલ, 6 ભૂપેન્દ્ર તથા 3 નરેન્દ્ર
આ ચૂંટણી જંગમાં એવી રસપ્રદ હકિકત જાણવા મળી છે કે આ ચૂંટણીમાં 8 રાહુલ, 6 ભૂપેન્દ્ર તથા 3 નરેન્દ્ર અને 6 અમિત પણ ચૂંટણી લડી રહ્યા છે. પહેલા તબક્કામાં 6 અરવિંદ પણ ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતમાં 1લી અને 5મી ડિસેમ્બરે મતદાન થવાનું છે અને આ ચૂંટણીમાં મુખ્ય ચહેરા એવા આ આગેવાનોના નામ મુજબના ઉમેદવારો પણ ચૂંટણી જંગ લડી રહ્યા છે.
- ભુજ - ભૂપેન્દ્ર જોષી - અપક્ષ
- લીંબડી - રાહુલ ઝરમરીયા - અપક્ષ
- વાંકાનેર - નરેન્દ્ર દેગડા - અપક્ષ
- વાંકાનેર - ભૂપેન્દ્ર સાગઠીયા - BSP
- રાજકોટ પૂર્વ - રાહુલ ભુવા - AAP
- રાજકોટ પશ્ચિમ - ભૂપેન્દ્ર પટેલીયા - અપક્ષ
- રાજકોટ ગ્રામ્ય - રાહુલ ચાવડા - BSP
- જામજોધપુર - અમિત જોષી - અપક્ષ
- વિસાવદર - ભૂપેન્દ્ર ભાયાણી - AAP
- ગારીયાધાર - રાહુલ રાવળ - અપત્ર
- કતારગામ -અમિત સિંઘ - BSP
- બેચરાજી - નરેન્દ્ર ઝાલા - ગરવી ગુજરાત પાર્ટી
- કડી - ભૂપેન્દ્ર રાવત - રાષ્ટ્રીય હિન્દ એકતા દલ
- મોડાસા - રાહુલ સોલંકી - અપક્ષ
- ઘાટલોડિયા - રાહુલ મહેતા - રાઈટ ટુ રીકોલ પાર્ટી
- ઘાટલોડિયા - ભૂપેન્દ્ર પટેલ - ભાજપ
- વેજલપુર - અમિત ઠાકર - ભાજપ
- એલિસબ્રિજ - અમિત શાહ - ભાજપ
- નરોડા - અમિત સુથાર - અપક્ષ
- આંકલાવ - અમિત ચાવડા - કોંગ્રેસ
- કપડવંજ - રાહુલ પરમાર - પ્રજા વિજય પક્ષ
- અકોટા - નરેન્દ્ર પરમાર - અખિલ ભારત હિન્દ મહાસભા
- અકોટા- રાહુલ વ્યાસ - અપક્ષ
ચૂંટણી જંગ લડી રહ્યા છે.
જ્યારે પહેલા તબક્કાની માહિતી મુજબ
- ગાંધીધામ-અરવિંદ સાંઘેલા-ગુજરાત સર્વ સમાજ પાર્ટી
- દસાડા-અરવિંદ સોલંકી-આમ આદમી પાર્ટી
- માણાવદર-અરવિંદ લાડાણી-કોંગ્રેસ
- કેશોદ-અરવિંદ લાડાણી-અપક્ષ
- મહુવા-અરવિંદ સોલંકી-રાષ્ટ્રીય હિન્દ એકતા દળ
- ધરમપુર-અરવિંદ પટેલ-ભાજપ
ચૂંટણી જંગ લડી રહ્યા છે.
આ વખતના ચૂંટણી જંગમાં નરેન્દ્ર, ભૂપેન્દ્ર, અમિત તથા રાહુલ અને અરવિંદ નામધારી ઉમેદવારોએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વિરમગામમાં તો 3 હાર્દિક સામ સામે ચૂંટણી લડી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article