રાજ્યની અડધી સરકારનું ભાવિ EVMમાં સીલ, 8મીએ કોનું ખુલશે નસીબ ?
બરાબર 5ના ટકોરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે સોમવારે 14 જીલ્લાની 93 બેઠકો પર મતદાન આજે પૂર્ણ થયું છે. બીજા તબક્કાના મતદાનમાં અડધી સરકારના નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું.1621 ઉમેદવારોનું ભાવિ સીલસોમવારે રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આ સાથે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને 1621 ઉમેદવારોનું ભાવિ
Advertisement
બરાબર 5ના ટકોરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે સોમવારે 14 જીલ્લાની 93 બેઠકો પર મતદાન આજે પૂર્ણ થયું છે. બીજા તબક્કાના મતદાનમાં અડધી સરકારના નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થયું હતું.
1621 ઉમેદવારોનું ભાવિ સીલ
સોમવારે રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. આ સાથે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે અને 1621 ઉમેદવારોનું ભાવિ હવે 8મી તારીખે ખુલશે.
સીએમ સહિત મંત્રીઓનું ભાવિ કેદ
સોમવારે યોજાયેલા મતદાનમાં 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થયું હતું. આજના મતદાનમાં 69 મહિલા સહિત 833 ઉમેદવાર મેદાને હતા. આજે CM સહિત 9 મંત્રીઓનું ભાવિ EVMમાં સીલ થયું હતું. આજની ચૂંટણીમાં 12 પૂર્વ મંત્રી અને 2 પૂર્વ CMના પુત્ર પણ મેદાનમાં છે તથા કોંગ્રેસના 2 કાર્યકારી પ્રમુખ પણ મેદાનમાં હતા.
વિપક્ષના નેતા સહિત ધારાસભ્યોનું ભાવિ સીલ
આજની ચૂંટણીમાં 93 બેઠક પર CM અને વિપક્ષ નેતા સહિત 60 સીટીંગ MLA ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત ભાજપના 32 સીટીંગ MLA અને 1 પૂર્વ સાંસદ મેદાને છે. ઉપરાંત 15 પૂર્વ ધારાસભ્ય ચૂંટણી લડી રહ્યા છે અને 14 ઉમેદવાર બીજીવાર ચૂંટણી લડી રહ્યા છે.
કોંગ્રેસમાં પણ સાંસદો સહિતના નેતાઓ
90 બેઠક પર કોંગ્રેસના 1 સાંસદ ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસના 28 સીટીંગ MLA તથા 2 પૂર્વ સાંસદ પણ મેદાનમાં છે. કોંગ્રેસના 31 નવા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં જોવા મળ્યા છે. બીજા તબક્કામાં નવા ચહેરા ઘણા ઓછા હતા.
ગ્રામ્ય વિસ્તારમાં ઉત્સાહ
બીજા તબક્કામાં કુલ 2.51 કરોડ મતદારો નોંધાયા હતા અને 1.13 લાખ કર્મચારીઓ ફરજ પર કાર્યરત હતા. આજના મતદાનમાં 40 ટકા મતદાન બૂથ અતિસંવેદનશીલ છે. ગ્રામ્ય વિસ્તારમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.