એલિસબ્રિજ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર
અમદાવાદની એલિસબ્રિજ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. એલિસબ્રિજ બેઠક પર ભાજપ 45 વર્ષથી જીતતું આવ્યું છે. વર્ષ 1972થી કોંગ્રેસ એલિસબ્રિજ બેઠક પર જીતથી વંચિત છે. એલિસબ્રિજ બેઠક પર મતદારોનો ઝુકાવ હંમેશા ભાજપ તરફી રહ્યો છે. એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી રાકેશ શાહ ધારાસભ્ય છે, આ સીટ 1995થી ભાજપનો ગઢ રહી છે.મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભાની 1962માં ચૂંટàª
Advertisement
અમદાવાદની એલિસબ્રિજ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. એલિસબ્રિજ બેઠક પર ભાજપ 45 વર્ષથી જીતતું આવ્યું છે. વર્ષ 1972થી કોંગ્રેસ એલિસબ્રિજ બેઠક પર જીતથી વંચિત છે. એલિસબ્રિજ બેઠક પર મતદારોનો ઝુકાવ હંમેશા ભાજપ તરફી રહ્યો છે. એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી રાકેશ શાહ ધારાસભ્ય છે, આ સીટ 1995થી ભાજપનો ગઢ રહી છે.મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભાની 1962માં ચૂંટણી યોજાઇ. જેમાં પ્રથમ વખત મહિલા ઉમેદવાર ઇન્દુમતી ચિમનલાલ અહીથી કોંગ્રેસમાંથી જીત્યા હતા, તે સિવાય બાબુભાઇ વાસણવાળા આ સીટ ઉપર સતત ચાર ટર્મ ચૂંટાયા હતા, તેમનો રેકોર્ડ આજ સુધી કોઇ તોડી શક્યું નથી.
એલિસબ્રિજ બેઠક પર રાજકીય રમત
વર્ષ 1995માં તત્કાલીન કોર્પોરેટર હરેન પંડ્યાને એલિસબ્રિજ સીટ પરથી ભાજપે ટીકીટ આપી હતી. તેઓએ કોંગ્રેસના દશરથભાઇ પટેલને હરાવ્યા હતા. ત્યારથી આ બેઠક ભાજપ માટે અજય ગઢ બની રહી છે.અહીથી હરેન પંડ્યા 1995 અને 1998 એમ બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.જો કે બાદમાં આ બેઠક પર તત્કાલીન કોર્પોરેટર ભાવીન શેઠને ટિકિટ અપાઇ હતી. 2007માં ભાવિન શેઠની ટિકીટ કાપી નાંખવામાં આવી હતી. તેમના બદલે પાલડી વોર્ડના કોર્પોરેટર રાકેશ શાહને ટિકીટ અપાઇ હતી.
વર્ષ 2022માં બદલાઈ જશે ચિત્ર?
વર્ષ 2007, 2012 અને 2017માં સતત રાકેશ શાહને એલિસબ્રિજના મતદારોએ સ્નેહ આપી જીતાડ્યા..આમ તો તેમની ઉંમર અત્યારે 60 વર્ષ છે, જેથી સૂત્રો કહે છે કે ભાજપે જે ધારાધોરણો નક્કી કર્યા કે 65 વર્ષ અને 4 ટર્મ ધરાવતા ધારાસભ્યને ટિકીટ ન આપવી. તેથી તેઓને હજુ એક તક આપવી કે કેમ તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નક્કી કરશે.
એલિસબ્રિજ બેઠકનો ચૂંટણી ઈતિહાસ
1967 ઇન્દુબેન (કોંગ્રેસ)
1967 આર.કે.પટેલ ( અપક્ષ)
1972 હરિપ્રસાદ વ્યાસ ( કોંગ્રેસ)
1975 બાબુભાઇ વાસણવાળા (કોંગ્રેસ)
1980 બાબુભાઇ વાસણવાળા ( કોંગ્રેસ)
1985 બાબુભાઇ વાસણવાળા ( જેએનપી)
1990 બાબુભાઇ વાસણવાળા ( જનતાદળ-ગુજરાત)
1995 હરેન પંડ્યા ( ભાજપ)
1998 હરેન પંડ્યા ( ભાજપ)
2002 ભાવિન શેઠ ( ભાજપ)
2007 રાકેશ શાહ ( ભાજપ)
2012 રાકેશ શાહ ( ભાજપ)
2017 રાકેશ શાહ ( ભાજપ )
મતદારોનું જાતિગત સમીકરણ
આ બેઠકમાં જૈન, બ્રાહ્મણ, પટેલ, દલિત, મુસ્લિમ મતદારોની સંખ્યા લગભગ સરખા પ્રમાણમાં છે. છેલ્લા ત્રણ વર્ષથી જૈન સમાજના પ્રતિનિધિને અપાતી ટિકિટને બદલે બ્રાહ્મણ કે પટેલને ટિકિટ મળે તેવા સંજોગો હાલ જણાય છે


