ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'જયાં જઉં ત્યાં એક જ નારો સંભળાય છે ફીર એકબાર મોદી સરકાર' મહેસાણાની સભામાં બોલ્યા પીએમ મોદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે પીએમ મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે પહેલા દિવસે મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે  તેમણે જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે,  મહેસાણાની આ માટીએ મને મોટો કર્યો છે, મારૂ ઘડતર કર્યું છે. મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે
10:59 AM Nov 23, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે પીએમ મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે પહેલા દિવસે મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે  તેમણે જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે,  મહેસાણાની આ માટીએ મને મોટો કર્યો છે, મારૂ ઘડતર કર્યું છે. મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે પીએમ મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે પહેલા દિવસે મહેસાણાના રાધનપુર ચાર રસ્તા નજીક એરોડ્રામ ખાતે  તેમણે જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું કે,  મહેસાણાની આ માટીએ મને મોટો કર્યો છે, મારૂ ઘડતર કર્યું છે. મહેસાણા જિલ્લો ગુજરાતનું ભવિષ્ય નક્કી કરે છે. આ ચૂંટણી હું નથી લડતો, ગુજરાતની ચૂંટણી જનતા લડે છે. ગુજરાતના યુવાનોએ વિજયનો ધ્વજ પોતાના હાથમાં લીધો છે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેઓએ કહ્યું કે, કોંગ્રેસનું મોડેલ એટલે ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને જાતિવાદ. કોંગ્રેસ વોટબેંક પોલિટીક્સ કરવાનું જાણે છે. કોંગ્રેસના મોડેલે ગુજરાતને બરબાદ કર્યુ છે. કોંગ્રેસની નીતિ ગરીબોને પછાત જ રાખવાની છે. કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા છે. 20 વર્ષમાં ભાજપે જે કામ કર્યા છે તેનાથી વિરોધીઓ હેરાન છે.
ગામે-ગામ ભાજપની જીત નક્કી છેઃ PM 
પીએમ મોદીએ કહ્યું મહેસાણાના લોકો મહત્તમ મતદાન કરીને રેકોર્ડ તોડશે. મહેસાણાના ગામે-ગામ ભાજપની જીત નક્કી. મહેસાણા જિલ્લાના વડીલોના આશીર્વાદથી મહેસાણાના દિકરાની કાર્યક્ષમતામાં વધારો થશે. તેમણે કહ્યું કે મહેસાણાનો દિકરો હોવાના નાતે મહેસાણા જિલ્લાનો સર્વાંગિક વિકાસ પર ધ્યાન આપ્યું. મહેસાણાની વિરાસત જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો. મહેસાણાની રેલ કનેક્ટિવિટી વધારવાનો પ્રયાસ કર્યો. સોલિડ વિઝન સાથે મહેસાણા વિકાસના પંથે અગ્રેસર છે.

અંધકારના યુગમાંથી આપણે પ્રકાશના યુગમાં આવ્યાઃ PM 
પીએમ મોદીએ કહ્યું અંધકાર યુગથી પ્રકાશ યુગમાં આપણે આવ્યા. સૂર્ય શક્તિથી 20 વર્ષ પહેલાં ક્યાંય વીજળી નહોતી મળતી, આજે હરણફાળ સ્થિતમાં છીએ. 10 હજાર મેગા વોટ વીજ પવન ઊર્જાથી મળે છે. આજે પાણીથી વીજળી 800 મેગા વોટ પર પહોંચ્યા છીએ.સોલાર રૂફ ટોપમાં રાજ્ય આજે પ્રથમ ક્રમે છે. આજે તમે તમારા ઘરમાં વીજળી પેદા કરીને વેચી શકો છો.  

બેચરાજીનો પટ્ટો ઉદ્યોગોનું હબ બન્યોઃ PM  
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,મહેસાણા જિલ્લાનો બેચરાજીનો પટ્ટો ઉધોગનું હબ બન્યો છે.મહેસાણાથી ગાડીઓ જાપાન જાય છે.ઇલેક્ટ્રીક વાહનો આવશે એટલે દુનિયાનું બજાર કબ્જે કરીશું.તમે વિચાર કરો કે UNના સેક્રેટરીએ મને વિનંતી કરી હતી કે મારે મોઢેરા જોવું છે. પીએમ મોદીને સાંભળવા માટે સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી.અને દુર-દુરથી લોકો વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે  સભાસ્થળ પર ઉમટ્યા હતા.
આ પણ વાંચો -  ગુજરાતની ચૂંટણીમાં ચાર્ટર્ડ પ્લેનની માંગ વધી, તમામ પક્ષો પ્રચારમાં વ્યસ્ત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022campaignElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstMehsanaPMPMModiRally
Next Article