ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભાજપે પાડ્યો મોટો ખેલ, હાર્દિક પટેલના આંદોલનના 1500 સાથીઓ કેસરિયા ધારણ કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)ટાણે ભાજપે (BJP)મોટો ખેલ પાડ્યો  છે ત્યારે હાર્દિક  પટેલે (Hardik Patel)ભાજપ તરફી વાટ પકડી હતી, પરંતું તેની આંદોલન સમિતિ પાસના કાર્યકર્તાઓએ અત્યાર સુધી ભાજપથી દૂરી બનાવી રાખી હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાંણે 1500 જેટલા પાસ કન્વીનર ભાજપમાં જોડાશે. ત્યારે આ સમાચારથી પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા નેતાઓને મોટો ઝટકો લાગશે. ગુજરાત તથા સુરત(Surat)માં AAPà
04:29 PM Nov 23, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)ટાણે ભાજપે (BJP)મોટો ખેલ પાડ્યો  છે ત્યારે હાર્દિક  પટેલે (Hardik Patel)ભાજપ તરફી વાટ પકડી હતી, પરંતું તેની આંદોલન સમિતિ પાસના કાર્યકર્તાઓએ અત્યાર સુધી ભાજપથી દૂરી બનાવી રાખી હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાંણે 1500 જેટલા પાસ કન્વીનર ભાજપમાં જોડાશે. ત્યારે આ સમાચારથી પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા નેતાઓને મોટો ઝટકો લાગશે. ગુજરાત તથા સુરત(Surat)માં AAPà
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)ટાણે ભાજપે (BJP)મોટો ખેલ પાડ્યો  છે ત્યારે હાર્દિક  પટેલે (Hardik Patel)ભાજપ તરફી વાટ પકડી હતી, પરંતું તેની આંદોલન સમિતિ પાસના કાર્યકર્તાઓએ અત્યાર સુધી ભાજપથી દૂરી બનાવી રાખી હતી. પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાંણે 1500 જેટલા પાસ કન્વીનર ભાજપમાં જોડાશે. ત્યારે આ સમાચારથી પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા નેતાઓને મોટો ઝટકો લાગશે. ગુજરાત તથા સુરત(Surat)માં AAPના વધતા પ્રભાવ વચ્ચે ભાજપે મોટો ખેલ પાડ્યો છે. હાર્દિક પટેલના અન્ય સાથીઓ આવતીકાલે ભગવો ધારણ કરશે. જેમાં અમદાવાદ પાસ કન્વીનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વીનર ઉદય પટેલ સહિતના કન્વીનરો ભાજપમાં જોડાશે. કન્વીનરો અને ટીમ સહીત 1500 થી વધુ કાર્યકરો ભાજપમાં કેસરિયો કરવા જઈ રહ્યાં છે.  
આ તમામ કન્વીનરો કાલે જોડાશે ભાજપમાં
  • જયેશ પટેલ - પાસ કન્વિનર, અમદાવાદ (કોર કમિટી સભ્ય)
  • ઉદય પટેલ - પાસ કન્વિનર,મધ્ય ગુજરાત (કોર કમિટી સભ્ય)
  • ધર્મેશભાઈ પટેલ - પાસ કન્વિનર, માણસા
  • યશ પટેલ - પાસ કન્વિનર, મહીસાગર જીલ્લા
  • રાધે પટેલ - પાસ કન્વિનર, ભરુચ જીલ્લા
  • બ્રિજેશ પટેલ - પાસ કન્વિનર, રાજકોટ
  • ભાવેશ પટેલ - પાસ કન્વિનર, ધાંગધ્રા
  • મિલનભાઈ કાવર - પાસ કન્વિનર, હળવદ
  • હિલ પટેલ - પાસ કન્વિનર, ગારીયાધાર
  • જીતેન્દ્ર પટેલ - પાસ કન્વિનર, શહેરા
  • ડાહયાભાઈ પટેલ - પાસ અગ્રણી, ગોધરા
  • શૈલીન પટેલ - વરણામા વડોદરા પાસ
  • ક્રિષ્ણા પટેલ - પાસ કન્વિનર, વડોદરા
  • મૌલીક પટેલ - કન્વિનર - ઈડર, પાસ
  • મિત પટેલ - પાસ સોશીયલ મીડીયા કન્વિનર
  • શૈલેષ પટેલ - પાસ આગેવાન, ઉંજા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા માહોલ ગરમાયો છે. ત્યારે હવે પક્ષપલટાની મોસમ જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણી ટાંણે જ હાર્દિક પટેલના ખાતામા એકસાથે 1500 પાસ કાર્યકર્તાઓનું સમર્થન આપ્યું છે. હાર્દિક પટેલ જૂન મહિનામાં ભાજપમાં જોડાયા હતા. જે બાદ હાર્દિક પટેલને પાસમાંથી કોઈએ સમર્થન આપ્યુ હતું. ત્યારે એકસાથે 1500 કન્વીનર ભાજપમાં જતા રાજનીતિમાં મોટો ભૂકંપ સર્જાશે. આવતીકાલે 24મી નવેમ્બર અને ગુરુવારના રોજ અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં વિધિવત રીતે જોડાશે.

આપણ વાંચો- કમળને મત આપો, વિકસિત ગુજરાતની જવબદારી હું લઈશ: વડાપ્રધાનશ્રી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstHardikPatelPasconvenors
Next Article