Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મતદાન કરવા આવેલા હીરાબાના એક બાળકીએ કર્યા ચરણસ્પર્શ

ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi)શતાયુ વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election) હીરાબાએ(Hiraba)શતાયુ ઉંમરે બુથ પર જઈને મતદાન કરીને અનોખું ઉદારણ પૂરુ પાડ્યું. ત્યારે રાયસણના આ મતદાન બુથ પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક નાનકડી બાળાએ આવીને હીરાબાના ચરણસ્પર્શ કરીને તેમàª
મતદાન કરવા આવેલા હીરાબાના એક બાળકીએ કર્યા ચરણસ્પર્શ
Advertisement
ઘરે બેઠા મતદાનની સુવિધા હોવા છતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના (Narendra Modi)શતાયુ વર્ષના માતા હીરાબાએ ગાંધીનગરના રાયસણની પ્રાથમિક શાળામાં જઇ મતદાન કર્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election) હીરાબાએ(Hiraba)શતાયુ ઉંમરે બુથ પર જઈને મતદાન કરીને અનોખું ઉદારણ પૂરુ પાડ્યું. ત્યારે રાયસણના આ મતદાન બુથ પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક નાનકડી બાળાએ આવીને હીરાબાના ચરણસ્પર્શ કરીને તેમના આર્શીવાદ લીધા હતા. આ બાળાનું નામ આરાધ્યા છે, ત્યારે આ આરાધ્યા કોણ છે તે જાણીએ.
આરાધ્યાએ માતા હીરાબાના ચરણ સ્પર્શ કર્યા 
મહેસાણાનો એક પરિવાર સવારથી રાયસણમાં મતદાન કરવા માટે આવી પહોચ્યો હતો. ત્યારે તેમની સાથે તેમની દીકરી આરાધ્યા પણ હતી. પરિવારની દીકરી આરાધ્યાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પરિવાર વહેલી સવારે આઠ વાગ્યાથી હીરાબા મતદાન માટે આવે અને તેમની એક ઝલક જોવા મળે તે માટે રાહ જોઈ રહ્યો હતો. 
આરાધ્યાના પિતાએ કહ્યું
આ વિશે આરાધ્યાના પિતાએ કહ્યું કે તેઓ છેલ્લા ઘણા સમયથી હીરાબાના દર્શન કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. આખરે તેઓ આજે તેમના પરિવાર અને દીકરી સાથે જ્યારે હીરાબા મતદાન કરવા માટે રાયસન પ્રાથમિક શાળાએ પહોંચ્યા ત્યારે તેમનું લાંબા સમયનું સાકાર થયું અને તેમણે હીરાબાના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. 100 વર્ષની ઉંમરે પણ જો હીરાબા મતદાન કરવા આવતા હોય તો સૌ કોઈએ મતદાન કરવા આવવું જોઈએ તેવી પણ તેમણે અપીલ કરી.
લોકશાહીનું સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી. આ દરમિયાન સામાન્ય લોકોની જેમ દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાબરમતી વિધાનસભા બેઠક માટે મતદાન કર્યુ હતું. તો 100 વર્ષની ઉંમર ધરાવતા પીએમ મોદીના માતા હીરા બાએ ગાંધીનગરના રાયસણ પહોંચીને મતાધિકારનો પ્રયોગ કર્યો. માતા-પુત્રએ મતદાન કરીને એ વાતનો સંદેશ આપ્યો કે લોકશાહી માટે મતદાન કેટલું જરૂરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×