Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉંઝાના કિટલીવાળાનો નવતર પ્રયોગ, મત આપો અને મફત ચા પીવો

ઊંઝામાં એક નાના વેપારીની મોટી પહેલ મતદાન જાગૃતિ માટે ચાની કીટલી વાળા નાના વહેપારીની ઉમદા પહેલઆવતી કાલે મતદાન કરી આવતા મતદારને પ્રોત્સાહન રૂપે મફત ચામતદાન આપ્યા બાદ આંગળી પર નિશાન બતાવી મફત ચા અપાશેલોકશાહીના પર્વ એવા મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયોગ વધુ મતદાનથી વિસ્તાર તેમજ રાજ્યને સક્ષમ નેતા મળતો હોય છેલોકો વધુમાં વધુ મતદાન કરવા આ વેપારી કરી રહ્યો છે અપીલઆવતીકાલે ગુજરાત વિધ
ઉંઝાના કિટલીવાળાનો નવતર પ્રયોગ  મત આપો અને મફત ચા પીવો
Advertisement
  • ઊંઝામાં એક નાના વેપારીની મોટી પહેલ 
  • મતદાન જાગૃતિ માટે ચાની કીટલી વાળા નાના વહેપારીની ઉમદા પહેલ
  • આવતી કાલે મતદાન કરી આવતા મતદારને પ્રોત્સાહન રૂપે મફત ચા
  • મતદાન આપ્યા બાદ આંગળી પર નિશાન બતાવી મફત ચા અપાશે
  • લોકશાહીના પર્વ એવા મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયોગ 
  • વધુ મતદાનથી વિસ્તાર તેમજ રાજ્યને સક્ષમ નેતા મળતો હોય છે
  • લોકો વધુમાં વધુ મતદાન કરવા આ વેપારી કરી રહ્યો છે અપીલ
આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે તે પૂર્વે વિવિધ શહેરોમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહેસાણા (Mehsana) જીલ્લાના ઊંઝા (Unjha)માં APMC ની સામે રજવાડી ચા નામની એક ચાની કીટલી ચલાવતા વેપારી વિજયભાઈએ લોક જાગૃતિ માટે સુંદર પહેલ કરી છે. 
લોકશાહીનું મહા પર્વ એટલે મતદાન
ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન અત્યારે ચાલી રહ્યું છે ત્યારે પ્રથમ ચરણનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે આવતી કાલે બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. પ્રથમ ચરણમાં મતદાન ગત ચૂંટણી કરતા ઓછું થયું હોય તેવી સ્થિતિ સામે આવી છે. એનું કારણ રાજકીય પક્ષો તેમજ નેતાઓ અલગ અલગ તારણ કાઢી રહ્યા છે. ત્યારે આવતી કાલ યોજાનાર બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન વધુમાં વધુ થાય તેની ચિંતા એક આમ નાગરિક કરી રહ્યો છે.
મત આપોને મફત ચા પીવો
 ઊંઝા apmc સામે આવેલ રજવાડી ચા નામની એક ચાની દુકાન વાળા વિજય ભાઈ નામના વેપારીએ આ ચિંતા કરી છે. આ ચાની કિટલીના માલિકે મતદાન જાગૃતિ માટે સુંદર પ્રયાસ કર્યો છે. વિજયભાઈએ એવું જાહેર કર્યું છે કે આવતી કાલે મતદાન કરી ને આવતા દરેક મતદાર પોતાની આંગળી પર નું નિશાન બતાવી મફત ચા પી શકે છે. નાના એવા દુકાનદારની આ પહેલ ને લોકો માટી પહેલ ગણાવી રહ્યા છે અને તેમના આ કાર્ય ને બિરદાવી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×