Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત શરિયતથી નહીં, બંધારણથી ચાલશે: યોગી આદિત્યનાથ

CM યોગી આદિત્યનાથે કૉલેજોમાં હિજાબ પ્રતિબંધ મુદ્દે વાત કરી છે. તેમણે કહ્યું, 'હું દ્રઢપણે માનું છું કે સિસ્ટમ ભારતીય બંધારણ અનુસાર ચાલવી જોઈએ'. 'અમે અમારી વ્યક્તિગત માન્યતાઓ, અમારા મૂળભૂત અધિકારો, અમારી વ્યક્તિગત પસંદ અને નાપસંદને દેશ અથવા સંસ્થાઓ પર લાદી શકીએ નહીં'.  બીજા તબક્કાના મતદાનની વચ્ચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે, 'ન્યૂ ઈન્ડિયા શરિયા કાયદા પ્રમાણે નહીં પà
ભારત શરિયતથી નહીં  બંધારણથી ચાલશે  યોગી આદિત્યનાથ
Advertisement

CM યોગી આદિત્યનાથે કૉલેજોમાં હિજાબ પ્રતિબંધ મુદ્દે વાત કરી છે. તેમણે કહ્યું, 'હું દ્રઢપણે માનું છું કે સિસ્ટમ ભારતીય બંધારણ
અનુસાર ચાલવી જોઈએ'. 'અમે અમારી વ્યક્તિગત માન્યતાઓ
, અમારા મૂળભૂત અધિકારો, અમારી
વ્યક્તિગત પસંદ અને નાપસંદને દેશ અથવા સંસ્થાઓ પર લાદી શકીએ નહીં'.

બીજા તબક્કાના મતદાનની વચ્ચે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે
, 'ન્યૂ ઈન્ડિયા શરિયા કાયદા પ્રમાણે નહીં
પણ બંધારણ પ્રમાણે કામ કરશે
'. તેમણે એમ પણ જણાવ્યુ
છે કે
,  ગઝવા-એ-હિંદનું સપનું
ક્યારેય સાકાર નહીં થાય.
'

Advertisement

Advertisement

ઉત્તરપ્રદેશમાં ચાલી
રહ્યું છે મતદાન

ઉત્તરપ્રદેશમાં બીજા મતદાન ચાલી રહ્યું છે જેમાં કુલ સાત તબક્કામાં
મતદાન
યોજાશે. 9 જિલ્લાની કુલ 55
બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

 

 હિજાબનો વિવાદ
જાન્યુઆરીમાં શરૂ થયો હતો

કર્ણાટકમાં
હિજાબનો વિવાદ જાન્યુઆરીમાં શરૂ થયો હતો. ઉડુપીની સરકારી પીયુ કોલેજમાં 6 મુસ્લિમ
વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને ક્લાસમાં જવા પર રોક લગાવવામાં આવી હતી. કોલેજ
મેનેજમેન્ટે નવી યુનિફોર્મ પોલિસીનું કારણ જણાવ્યું હતું. આ પછી કેટલીક યુવતીઓએ
કર્ણાટક હાઈકોર્ટમાં અરજી કરી હતી. યુવતીઓની દલીલ છે કે તેમને હિજાબ પહેરવાની
મંજૂરી ન આપવી એ બંધારણની કલમ 14 અને 25 હેઠળના તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન
છે.

 

કેન્દ્રીય
મંત્રી ગિરિરાજ સિંહે ગજવા-એ-હિંદ એંગલ ઉમેર્યો

કર્ણાટક
હિજાબમાં એક નવો એંગલ ઉમેરવામાં આવ્યો
હતો. કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે કહ્યું કે 'હિજાબ વિવાદ પાછળ ગઝવા-એ-હિંદનો હાથ
છે.
તેમણે તેને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ
પહોંચાડવાનું ષડયંત્ર ગણાવ્યું
હતું . વિવાદને અટકાવવા માટે, કર્ણાટક સરકારે ત્રણ દિવસ માટે શાળાઓ
અને કોલેજો બંધ રાખવાનો નિર્દેશ આપવો પડ્યો
હતો .

Tags :
Advertisement

.

×