આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, જાણો કોને ક્યાથી મળી ટિકિટ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે આમ આદમી પાર્ટી તરફથી ૧૩મી યાદી જાહેર કરવામાં આવી છે. સુરતની કતારગામ બેઠક પરથી ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપવામાં આવી છે. આજે વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.ત્યારે સમાચાર મળી રહ્યા છે. કે મજુરા વિધાનસભા બેઠક પર પીવીએસ શર્માને મળી ટીકીટ આપવામાં આવી છે.ત્યારે પીવીએસ શર્મા શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ હતા.ગઈકાલે રાજીનામુ આપ્યા બાદ આ
Advertisement
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે આમ આદમી પાર્ટી તરફથી ૧૩મી યાદી જાહેર કરવામાં આવી છે. સુરતની કતારગામ બેઠક પરથી ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપવામાં આવી છે. આજે વધુ 12 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.ત્યારે સમાચાર મળી રહ્યા છે. કે મજુરા વિધાનસભા બેઠક પર પીવીએસ શર્માને મળી ટીકીટ આપવામાં આવી છે.ત્યારે પીવીએસ શર્મા શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ હતા.ગઈકાલે રાજીનામુ આપ્યા બાદ આજે આપમાં જોડાયા હતા. ત્યારે એવું માનવામાં આવે છે. કે મજુરા બેઠક પર વ્યાપારી વર્ગ વધુ હોવાના કારણે ટીકીટ આપી હોવાનું અનુમાન છે
ભગા બારડ રાજીનામું આપ્યું ભાજપમાં થયા સામેલ
તાલાલાના ધારાસભ્ય ભગા બારડે આજે રાજીનામું આપતાં કોંગ્રેસ બે દિવસમાં બીજો મોટો ફટકો લાગ્યો છે. ગઈકાલે મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી કેસરિયો ધારણ કર્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ નિમાબેનને રાજીનામું સોંપ્યું હતું. ભગાભાઈ બારડને ભાજપમાં લાવવાનું ઓપરેશન એક સાંસદે પાર પાડ્યું હતું. ભગાભાઈ બારડ ભાજપના મેન્ડેટથી તલાલાથી ચૂંટણી લડશે તેવી અટકળો થઈ રહી છે.
ભાજપમાં સામેલ થયા બાદ ભગાભાઈએ શું કહ્યું
ભાજપમાં સામેલ થયા બાદ ભગાભાઈ બારડે કહ્યું, દેશના લાંબી દ્રષ્ટિથી સાથે કામ કરતા પ્રમાણિક વ્યક્તિ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કામ કરવા આજે ભાજપમાં જોડાયો છું. આગેવાનો અને ટીકીદારોના વિશ્વાસ લઈને ભાજપમાં જોડાયો છું. હું વિકાસની રાજનીતિમાં માનવા વાળુ છું, અમે મૂળ કોંગ્રેસી નથી. ચીમનભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અમે જનતા દળમાં હતા. ના છૂટકે અમે એ સમયે કોંગ્રેસમાં સામેલ થયા હતા, મહત્વકાંક્ષા સાથે ક્યાંય જતા નથી. જે જવાબદારી સોંપે તે કામ કરીશ.
Advertisement
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement


