આમ આદમી પાર્ટી તેના વડોદરાના છ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ ગઇ
સુરત પૂર્વની વિધાનસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ આમ આદમી પાર્ટી ખુબજ સતર્ક થઇ ચૂકી છે. ફરીવાર આવી ઘટના ન ઘટે તે માટે આમ આદમી પાર્ટી પોતાના છ જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે. પહેલીવાર બની આ પ્રકારની ઘટના અગાઉ એવું બની ચૂક્યું છે કે ધારાસભ્યોને અન્ય પાર્ટીમાં કે અન્ય જૂથમાં કોઇ ખેંચી ન જાય તે માટે હોટલ કà«
Advertisement
સુરત પૂર્વની વિધાનસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ આમ આદમી પાર્ટી ખુબજ સતર્ક થઇ ચૂકી છે. ફરીવાર આવી ઘટના ન ઘટે તે માટે આમ આદમી પાર્ટી પોતાના છ જેટલા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ ગઇ હોવાનું જાણવા મળ્યું છે.
પહેલીવાર બની આ પ્રકારની ઘટના
અગાઉ એવું બની ચૂક્યું છે કે ધારાસભ્યોને અન્ય પાર્ટીમાં કે અન્ય જૂથમાં કોઇ ખેંચી ન જાય તે માટે હોટલ કે રિસોર્ટમાં લઈ જવામાં આવે, પરંતુ આ વખતે પ્રથમ વખત કોઈ પાર્ટી પોતાના ઉમેદવારો ફોર્મ પરત ન ખેચે એટલા માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે.
21 નવેમ્બર સુધી ઉમેદવારી પરત ખેંચી શકાય તેમ છે
વડોદરા શહેર-જિલ્લાના આમ આદમી પાર્ટીના 6થી વધુ ઉમેદવારોને પાર્ટી નેતૃત્વ દ્વારા અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે . સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. તેથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે પાર્ટી વડોદરા શહેર-જિલ્લાના 6થી વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ ગઈ છે.
AAPના કંચન જરીવાલાએ પરત ખેંચ્યું હતું ફોર્મ
મહત્વપૂર્ણ છે કે અગાઉ સુરતના AAPના કંચન જરીવાલાની ઉમેદવારી પરત ખેંચવાનો મામલો સામે આવ્યો હતો... કંચન જરીવાલાએ કોઇના પણ દબાણમાં આવ્યા વગર રાજી -ખુશીથી પોતે ઉમેદવારી પરત ખેંચી રહ્યા હોવાનું ચૂંટણી અધિકારી સમક્ષ જણાવ્યું હતું. પરંતુ આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ મુક્યો હતો કે ભાજપના દબાણને કારણે કંચન જરીવાલાએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


