Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AAPના ઉમેદવાર જગમાલ વાળાની દાદાગીરી, ટોલ બૂથના કર્મચારી સાથે કરી માથાકૂટ

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ નેતાઓની દાદાગીરી પણ સામે આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર જગમલ વાળાનો (Jagmal Vala)વધુ એક વીડિયો સામે આવ્યો છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે વેરાવળ નજીક આવેલા જારી ટોલ નાકા પર વિવાદ થતા ટોલનાકાના ક્રમચારી સાથે મારા મારી કરી હતી. ત્યારબાદ ટોલબૂથના કર્મચારીઓ દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાàª
aapના ઉમેદવાર જગમાલ વાળાની દાદાગીરી  ટોલ બૂથના કર્મચારી સાથે કરી માથાકૂટ
Advertisement
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે તો બીજી તરફ નેતાઓની દાદાગીરી પણ સામે આવી રહી છે. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ વિધાનસભા બેઠકના AAPના ઉમેદવાર જગમલ વાળાનો (Jagmal Vala)વધુ એક વીડિયો સામે આવ્યો છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે વેરાવળ નજીક આવેલા જારી ટોલ નાકા પર વિવાદ થતા ટોલનાકાના ક્રમચારી સાથે મારા મારી કરી હતી. ત્યારબાદ ટોલબૂથના કર્મચારીઓ દ્વારા પ્રભાસ પાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 
આ ઘટના ગઈ કાલે રાત્રે બની હતી. ગઈકાલે રાત્રે મોટી રાત્રે જગમલ વાળાનો કાફલો ડારી ટોલ નાકા પરથી પસાર થયો હતો. ત્યારે ગાડી નીકાળવા મામલે વિવાદ થયો હતો. જગમલ વાળાની ગાડીની આગળ રહેલી ગાડીનું બેરિકેટ અડી જવાથી આ મામલો ગરમાયો હતો. AAPના ઉમેદવાર જગમલ વાળાએ ગાડીમાંથી ઉતરી ટોલકર્મી સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 
આ પહેલા  જગમાલ વાળા દારૂને  લઈને  ચર્ચામાં  આવ્યા  હતા 
આ અગાઉ પર જગમલ વાળા દારૂને  લઈ ચર્ચામાં  આવ્યા  હતા ત્યારે  ગીર સોમનાથના AAPના ઉમેદવાર એક સભામાં દારૂ અંગે નિવેદન આપ્યું હતું જેનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે વિડીયોમાં જગમાલ વાળાએ (Jagmal Vala) જણાવ્યું કે, 800 કરોડની આખી દુનિયામાં વસ્તી છે, 196 દેશ છે તેમાં દારૂ પિવાની છૂટ છે. આપણે ભારતમાં 130-140 કરોડની વસ્તી છે અને તેમાં પણ આખા દેશમાં દારૂ પિવાની છૂટ છે, માત્ર ગુજરાતમાં 6.5 કરોડની વસ્તી છે તેમાં જ દારૂ બંધી છે એટલે સાબિત થાય છે કે દારૂ ખરાબ નથી, દારૂ ખરાબ નથી.. પણ દારૂ આપણને પી જાય છે.વધુમાં તેમણે કહ્યું કે, આપણે દારૂને પીવાનો છે. જે દારૂ આપણે પીએ છીએ તે દારૂ ખરાબ નથી પણ દારૂ આપણને પી જાય છે બસ આટલો જ પ્રોબ્લેમ છે. બાકી તાકાત હોય તો દારૂ પીવો, મોટા મોટા ડોક્ટરો, IAS અધિકારીઓ દારૂ પિવે છે.
Tags :
Advertisement

.

×