ટિકિટ આપવાના બહાને AAP નેતાએ મહિલાનું કર્યું શોષણ, કોંગ્રેસના આરોપ બાદ ખળભળાટ
આમ આદમી પાર્ટી (AAP)ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ એક બાદ એક નેતા પાર્ટી છોડી રહ્યા છે તો બીજી તરફ આજે તેમના એક દિગ્ગજ નેતા પર ચોંકાવનારો આરોપ લાગ્યો છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, આપ (AAP)ના નેતા અંગે આજે કોંગ્રેસે (Congress)પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહીરે (Pragati aahir)આજે આપ (AAP) નેતા પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. AAP નેતા ગુલાબસિંહ યાદવ પર મહિલાનું
12:31 PM Nov 11, 2022 IST
|
Vipul Pandya
આમ આદમી પાર્ટી (AAP)ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ એક બાદ એક નેતા પાર્ટી છોડી રહ્યા છે તો બીજી તરફ આજે તેમના એક દિગ્ગજ નેતા પર ચોંકાવનારો આરોપ લાગ્યો છે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, આપ (AAP)ના નેતા અંગે આજે કોંગ્રેસે (Congress)પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહીરે (Pragati aahir)આજે આપ (AAP) નેતા પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.
AAP નેતા ગુલાબસિંહ યાદવ પર મહિલાનું શોષણ કરવાનો પ્રગતિ આહીરે આરોપ લગાવ્યો છે. પ્રગતિ આહિરે કહ્યું કે, AAPના દિલ્હીના નેતાઓ ગુજરાત આવીને હિનકૃત્ય કરે છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, ચાર પ્રકારના Dથી આમ આદમી પાર્ટી (AAP) ચાલે છે. દંગા, દારૂ, ડ્રગ્સ અને દુષ્કર્મથી આમ આદમી પાર્ટી ચાલે છે. આપ (AAP)ના નેતા ગુલાબસિંહ યાદવ ઉપર મહિલાનું શોષણ કરવાનો કોંગ્રેસે આરોપ લગાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ટિકિટ આપવાની લાલચે મહિલાનું શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી અને પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટીની નજર હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા પર છે. ત્યારે પાર્ટી અહીંની ભોળી જનતાને પોતાના તરફ ખેંચવાની એક પણ તક છોડી રહી નથી. જનતાની સેવાના નામે તેમના જ નેતાઓ કેવા કૃત્ય કરતા આવ્યા છે તે હવે ધીમે ધીમે ઉજાગર થવા જઇ રહ્યુ છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિ આહીરે આમ આદમી પાર્ટીના નેતાઓની કરતૂતોની પોલ ખોલી દીધી છે.
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article