'આપ' સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે ભાજપના ગઢમાં, રાજકોટમાં યોજશે જાહેરસભા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક રાજકીય પક્ષના નેતાઓ ગુજરાતના મતદારોને લોભાવવાના પ્રયાસો કરી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં આવ જા ચાલુ થઇ ગઇ છે. મંગળવારે કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ બુધવારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બુધવારે બપોરે
Advertisement
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક રાજકીય પક્ષના નેતાઓ ગુજરાતના મતદારોને લોભાવવાના પ્રયાસો કરી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતમાં આવ જા ચાલુ થઇ ગઇ છે. મંગળવારે કોંગ્રેસના રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ બુધવારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બુધવારે બપોરે રાજકોટ પહોંચશે અને સાંજે રાજકોટમાં જાહેરસભાને સંબોધન કરશે.
ગુજરાતમાં વિજય પ્રાપ્ત કરવાના લક્ષ્ય સાથે આમ આદમી પાર્ટીએ પોતાના પ્રયાસો તેજ કરી દીધા છે અને અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ વારંવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. બુધવારે ભાજપના ગઢ એવા રાજકોટમાં અરવિંદ કેજરીવાલની સભા યોજવામાં આવી છે. સભામાં ગુજરાતભરમાંથી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ હાજર રહેશે. સભાના સ્થળે આમ આદમી પાર્ટી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
બુધવારે બપોરે 2-30 વાગે અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી પહોંચશે અને એરપોર્ટ પર તેમનું પક્ષના આગેવાનો દ્વારા સ્વાગત કરાશે, ત્યારબાદ તેઓ ઇમ્પીરીયલ હોટલ ખાતે પહોંચશે અને ત્યાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે. સાંજે 5 વાગે તેઓ હોટલમાં પત્રકાર પરિષદને સંબોધન કરશે.
ત્યારબાદ 6 વાગે તેઓ શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધન કરશે. જાહેરસભા સંબોધ્યા બાદ તેઓ ફરી ઇમ્પીરીયલ હોટલ ખાતે જશે અને રાત્રી રોકાણ કર્યા બાદ ગુરુવારે સવારે દિલ્હી જવા રવાના થશે.
આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજકોટમાં તેઓ કોને કોને મળે છે તેના પર સહુની નજર મંડાઇ છે.


