પંજાબી એક્ટર દીપ સિદ્ધુનું માર્ગ અકસ્માતમાં નિધન
હરિયાણાના સોનીપતમાં એક માર્ગ અકસ્માતમાં પંજાબી એક્ટર દીપ સિદ્ધુનુ મૃત્યુ થયું છે. દિલ્હીથી પરત ફરતી વખતે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. ખરઘોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. .કુંડલી-પલવલ-માનેસર (KMP) એક્સપ્રેસવે પર મંગળવારે રાત્રે ટોલ પ્લાઝા પાસે એક સ્કોર્પિયો કાર એક ટ્રક સાથે અથડાતાં પ્રખ્યાત પંજાબી એક્ટર સંદીપ ઉર્ફે દીપ સિદ્ધુનું મૃત્યુ થયું હતું જ્યા
04:07 AM Feb 16, 2022 IST
|
Vipul Pandya
હરિયાણાના સોનીપતમાં એક માર્ગ અકસ્માતમાં પંજાબી એક્ટર દીપ સિદ્ધુનુ મૃત્યુ થયું છે. દિલ્હીથી પરત ફરતી વખતે તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. ખરઘોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. .
કુંડલી-પલવલ-માનેસર (KMP) એક્સપ્રેસવે પર મંગળવારે રાત્રે ટોલ પ્લાઝા પાસે એક સ્કોર્પિયો કાર એક ટ્રક સાથે અથડાતાં પ્રખ્યાત પંજાબી એક્ટર સંદીપ ઉર્ફે દીપ સિદ્ધુનું મૃત્યુ થયું હતું જ્યારે તેની મંગેતર રીના રાય ઘાયલ થઈ હતી. દીપ સિદ્ધુ તેની મંગેતર સાથે સ્કોર્પિયોમાં દિલ્હીથી પંજાબ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.
એસએસપી રાહુલ શર્મા ખારઘોડા પહોંચ્યા અને ઘટનાની પૂછપરછ કરી. પંજાબના ભટિંડાની નહેરુ કોલોનીમાં રહેતો પંજાબી એક્ટર સંદીપ ઉર્ફે દીપ સિદ્ધુ મંગળવારે રાત્રે અમેરિકામાં રહેતી તેની મંગેતર રીના રાય સાથે દિલ્હીથી પંજાબ જઈ રહ્યો હતો.ત્યારે KMP પર ખારઘોડા નજીક પીપલી ટોલ પ્લાઝા પાસે તેમની કાર અચાનક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દીપ સિદ્ધુ અને તેના મંગેતરને બહાર કાઢીને ખારઘોડા સીએચસી લઈ ગઈ, જ્યાં દીપ સિદ્ધુને મૃત જાહેર કરવામાં આવ્યો. તેમના મૃતદેહને જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે રીના રાયને ખારઘોડા સીએચસીમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત સારી છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.
ખેડૂત આંદોલનમાં લાલ કિલ્લા પર હિંસાનો હતો આરોપ
દીપ સિદ્ધુ ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલન દરમિયાન ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવવા અને હિંસાનો તેમના પાર આરોપ લાગ્યો હતો અને આ કેસમાં દીપ સિદ્ધુની પણ ધરપકડ કરવામાં આવી હતી.
કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી
પંજાબના મુક્તસર જિલ્લામાં 2 એપ્રિલ 1984માં જન્મેલા સંદીપ ઉર્ફે દીપ સિદ્ધુએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. દીપ સિદ્ધુએ લો નો અભ્યાસ કર્યો છે. તે કિંગફિશર મોડલ હંટનો વિજેતા પણ રહી ચુક્યો હતો.આ ઉપરાંત મિસ્ટર ઈન્ડિયા સ્પર્ધામાં મિસ્ટર પર્સનાલિટીનો ખિતાબ પણ જીત્યો. વર્ષ 2015માં તેની પહેલી પંજાબી ફિલ્મ 'રામતા જોગી' રીલિઝ થઈ હતી. જો કે, દીપ સિદ્ધુ વર્ષ 2018માં ફિલ્મ જોરા દાસ નંબ્રિયાથી ફેમસ થયો હતો, જેમાં તેનું પાત્ર ગેંગસ્ટરનું હતું.
પંજાબની ચૂંટણીમાં કરતો હતો પ્રચાર
દેશના 5 રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે ત્યારે પંજાબની ચૂંટણીમાં, દીપ સિદ્ધુ અમરગઢથી શિરોમણી અકાલી દળ અમૃતસરના વડા સિમરનજીત સિંહ માન માટે પ્રચાર કરી રહ્યો હતો .
Next Article