પહેલા મતદાન પછી કન્યાદાન,ઈશાની રાવલે લગ્ન કરતા પહેલા પોતાની ફરજ અદા કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly Elections) આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ઈશાની રાવલ કે જેમને લગ્ન કરતા પહેલા પોતાની ફરજ અદા કરી છે ત્યારે ઈશાની રાવલ લગ્નના જોડામાં પહેલા મતદાન કર્યું હતું તેમણે કહ્યું કે પહેલા વોટ પછી લગ્નનà
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં(Gujarat Assembly Elections) આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં 833 ઉમેદારો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ઈશાની રાવલ કે જેમને લગ્ન કરતા પહેલા પોતાની ફરજ અદા કરી છે ત્યારે ઈશાની રાવલ લગ્નના જોડામાં પહેલા મતદાન કર્યું હતું તેમણે કહ્યું કે પહેલા વોટ પછી લગ્નનો સંદેશ આપ્યો હતો. વધુમાં જણવ્યુ કે દરેક લોકોએ વોટ કરવો જોઈએ તે તેમની ફરજ છે.
મતદાન કરવા માટે ભારે ઉત્સાહ
લોકો મતદાન કરવામાં ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા માટે જતો જોવા મળે છે. બીજા તબક્કાના મતદાનમાં વૃદ્ધ લોકો સાથે સાથે નવયુગલો પણ મતદાન કરવામાં ઉત્સાહ દાખવી રહ્યા છે. બનાસકાંઠાના દાંતામાં આવી જ રીતે એક યુવક લગ્ન બાદ મતદાન કરવા માટે આવી પહોચ્યો હતો. ઉત્તર ગુજરાતમાં મતદાન કરવા માટે લોકો ભારે ઉત્સાહ દાખવી રહ્યા છે
લોકશાહીના પર્વની ઉજવણી કરી નવી જિંદગીની શરૂઆત
ઉલ્લેખનીય છે કે, દિયોદરના જાડા ગામે પણ વર કન્યાએ લગ્નના સાત ફેરા ફરી કુળદેવીના દર્શન કરી મતદાન મથકે પોતાનું મત આપવા પહોંચ્યા હતા અને મત આપી લોકશાહીના પર્વની ઉજવણી કરી નવી જિંદગીની શરૂઆત કરી છે. દિયોદર તાલુકાના જાડા ગામે મતદાનનો અવસર ઉજવવા માટે એક નવદંપતીએ મતદાન કર્યું છે. દિયોદરના નાનકડા જાડા ગામે આજે વર કન્યા લગ્નના સાત ફેરાફરી કુળદેવીના દર્શન કરી જાડા ગામે મતદાન મથક પર પોહચ્યા હતા.
Advertisement
વિધાનસભાની ચૂંટણીનું બીજા તબકાનું મતદાન
અત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબકાનું મતદાન યોજાયું હતું. જેમાં લોકો ઉત્સાહભેર મતદાન મથકે પોતાનો અમૂલ્ય મત આપવા પહોંચ્યા હતા ત્યારે બનાસકાંઠાના એક ગામમાં એક જોડાએ મતદાન કરી નવા જીવનની શરૂઆત કરી છે. ગુજરાતમાં મતદાન કરવા માટે લોકો ભારે ઉત્સાહ દાખવી રહ્યા છે.