ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જનપ્રતિનિધિ સંમેલનમાં જે.પી.નડ્ડાના કોંગ્રેસ પર આકરા પ્રહાર, આ શું બોલી ગયા?

ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચૂંટણીની ચૂંટણીને લઈને રાજકીય આગેવાનોના ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જે.પી.નડ્ડાએ ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં રાજકોટ એરપોર્ટ પર તેઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે જન પ્રતિનિધિ સંમ્મેલન બાદ મોરબીમાં રોડ શો શરૂ થઈ àª
12:06 PM Sep 20, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચૂંટણીની ચૂંટણીને લઈને રાજકીય આગેવાનોના ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જે.પી.નડ્ડાએ ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં રાજકોટ એરપોર્ટ પર તેઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે જન પ્રતિનિધિ સંમ્મેલન બાદ મોરબીમાં રોડ શો શરૂ થઈ àª
ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચૂંટણીની ચૂંટણીને લઈને રાજકીય આગેવાનોના ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. જે.પી.નડ્ડાએ ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં રાજકોટ એરપોર્ટ પર તેઓનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં તેમણે જન પ્રતિનિધિ સંમ્મેલન બાદ મોરબીમાં રોડ શો શરૂ થઈ ચુક્યો છે.

મોરબીમાં ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાનો રોડ શો, ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત


રાજકોટમાં જન પ્રતિનિધિ સંમેલન બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ મોરબીમાં 2.5 કિમીનો રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રોડ-શો દરમિયાન જે.પી.નડ્ડાએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
સૌરાષ્ટ્ર એ સંતો અને સાવજોની ભૂમિ 
રાજકોટ (Rajkot) ખાતે જન પ્રતિનિધિ સંમ્મેલનમાં જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં આવ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે. સૌરાષ્ટ્ર એ સંતો અને સાવજની ભૂમિ છે. લાંબા સમય બાદ આ રીતે રૂબરૂ મળવાનો મોકો મળ્યો છે. કોરોનાકાળ બાદ આપણે મળી રહ્યા છે. કોરોનાકાળ માં જ્યારે અમુક લોકો ટ્વીટર અને ટીવીમાં જોવા મળતા હતા ત્યારે ભાજપ ના કાર્યકરો લોકો ની સેવા કરતા હતા. વેકસીનેશન સમયે અમુક પાર્ટીઓ રાજકારણ કરી રહી હતી અને વડાપ્રધાનના પ્રયાસને નજરઅંદાજ કરતા હતા. 9 મહિનામાં આખા દેશને 2 ડોઝ અપાવ્યા તે કોઈ નાની ઘટના નથી.
કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
તેમણે કહ્યું કે, કોંગ્રેસના લોકો જે સોસીયલ મીડિયા માં વાતો કરે છે એ લોકો ને કહું છું 20 કરોડ થી વધુ ઘર માં તિરંગા લાગ્યા એ માટે હું આપનો આભાર માનું છું. વૈચારિક ક્રાંતિ પર કામ કરતી એક માત્ર પાર્ટી ભાજપ છે. આપણે કોઈ ખુરશી પર બેસવા નથી આવ્યા, આમારો લક્ષ છે કે ગુજરાતનો વિકાસ કરવો છે. જનપ્રતિનિધિ સંમેલનમાં જે.પી.નડ્ડાના કોંગ્રેસ પર આકરા પ્રહાર કહ્યું, એ ભાઈ-બહેનની પાર્ટી છે. દીકરો જનમ્યો તો યુથ દિવસ અને દીકરી જન્મી તો મહિલા દિવસ, તમારા પરિવારમાં જે રીતે સંતાનોના જન્મ થાય તે મુજબ દિવસો ઉજવવાના ?
કિસાન પંચાયતમાં હાજરી
ભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ન઼ડ્ડાએ (J.P.Nadda) ગાંધીનગરના (Gandhinagar) નભોઈ ગામે કિસાન પંચાયતમાં હાજરી આપી હતી. તેમણે નમો કિસાન પંચાયત કાર્યક્રમની શરૂઆત કરી હતી.  રાજ્યની 14,200 ગામડામાં નમો કિસાન પંચાયત થશે. તેઓએ આ કાર્યક્રમનો આરંભ કરાવી ઇ-બાઇકને ફ્લેગ ઓફ કરાવી તેમજ મિસ કોલ નમ્બર લોન્ચ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, રાજ્યની 182 વિધાનસભા ખાતે 14200 ગામોમાં સંપર્ક કરવામાં આવશે. જે શરૂ કરવાનો લાભ મળ્યો તેના માટે બધાનો આભાર. આ પંચાયત થકી ખેડૂતો સાથે સંપર્ક કરવામાં આવશે. વડાપ્રધાન દ્વારા જે યોજનાઓ શરૂ કરાઇ છે તેની ચર્ચા કરવામાં આવશે. બધાએ ખેડુતોનો ઉપયોગ કર્યો છે. કોઈએ કામ નથી કર્યું પણ માત્ર વડાપ્રધાન મોદીએ કામ કર્યાં છે. વડાપ્રધાન દ્વારા ગરીબ કલ્યાણ યોજના શરૂ કરીને કોરોનામાં પણ લોકોના જીવ બચાવીને બધાને મજબૂત કર્યાં, 11 કરોડ ખેડૂતોને 3 મહીને પૈસા પહોચાડવામાં આવે છે. ઘણાં લોકો કિસાનોના નામ પર રાજનીતિ કરે છે.
આ પણ વાંચો - જે.પી.નડ્ડાએ ખેડૂત નેતાઓને લીધા આડે હાથ, જાણો શું કહ્યું
Tags :
BJPGandhinagarGujaratElections2022GujaratFirstJPNaddamorbiRAJKOT
Next Article