'આપ'ના કેજરીવાલના વધુ એક જુઠ્ઠાણાંની પોલ ખુલી, દિલ્હીની હોસ્પિટલમાં પોલમપોલ !
ગુજરાત (Gujarat)માં ચૂંટણી સમયે આવીને રેવડી વહેંચતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વારંવાર લોકોમાં પોતાના જૂઠ્ઠાણાં ફેલાવી રહ્યાં છે. ત્યારે આજે દિલ્હીના સી.એમ અરવિંદ કેજરીવાલના વધુ એક જૂઠ્ઠાણાંનો પર્દાફાશ થયો છે, જેમાં દિલ્હીની હોસ્પિટલો (Hospital) ખાડામાં ગઇ હોવાનું જોવા મળ્યું છે. ગુજરાતમાં આવીને આરોગ્ય વિશે બણગાં ફૂંકતા કેજરીવાલના શાસનમાં દિલ્હીની હોસ્પિટલોની હાલત
Advertisement
ગુજરાત (Gujarat)માં ચૂંટણી સમયે આવીને રેવડી વહેંચતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) વારંવાર લોકોમાં પોતાના જૂઠ્ઠાણાં ફેલાવી રહ્યાં છે. ત્યારે આજે દિલ્હીના સી.એમ અરવિંદ કેજરીવાલના વધુ એક જૂઠ્ઠાણાંનો પર્દાફાશ થયો છે, જેમાં દિલ્હીની હોસ્પિટલો (Hospital) ખાડામાં ગઇ હોવાનું જોવા મળ્યું છે. ગુજરાતમાં આવીને આરોગ્ય વિશે બણગાં ફૂંકતા કેજરીવાલના શાસનમાં દિલ્હીની હોસ્પિટલોની હાલત બદતર થઇ ગઇ છે. 'ગુજરાત ફર્સ્ટ'ના ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટમાં હોસ્પિટલોની દશાનો પર્દાફાશ થયો હતો.
કેજરીવાલની પોલ ખુલી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુશાસનની પોલ ખુલવા માંડી છે. ગુજરાતની ચૂંટણી નજીક આવે છે ત્યારે છેલ્લા 2 મહિનાથી ગુજરાતમાં આવીને અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતની જનતાને ભરમાવી રહ્યાં છે. મફત રેવડી આપીને મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે પણ કેજરીવાલના જુઠ્ઠાણાંનો પર્દાફાશ થતાં ગુજરાતની જનતા હવે સમજી ગઇ છે કે દિલ્હીનું રેવડી કલ્ચર ગુજરાતમાં નહીં ચાલે
ગુજરાતમાં આવી આરોગ્યની મોટી વાતો કરતા કેજરીવાલનું આ છે સત્ય!
ગુજરાતમાં આવીને અરવિંદ કેજરીવાલ સ્વાસ્થ્ય અને આરોગ્ય વિશે મોટી મોટી વાતો કરી રહ્યાં છે પણ ચોંકાવનારો પર્દાફાશ થયો છે કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના શાસનમાં સ્વાસ્થ્ય વ્યવસ્થા ખાડે ગઇ છે. દિલ્હીમાં તો અરવિંદ કેજરીવાલ લોકોના સ્વાસ્થ્ય વિશે કંઇ કરી શક્યા નથી પણ ગુજરાતમાં તેઓ સ્વાસ્થ્ય વિશે ચર્ચા કરી રહ્યા છે.
મુખ્યમંત્રી આવાસ નજીકની હોસ્પિટલની જ ખરાબ હાલત
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી આવાસથી 1 કિમી દૂર આવેલી હોસ્પિટલની હાલત એકદમ ખરાબ છે. દિલ્હીની અરુણા આસીફઅલી હોસ્પિટલની સ્થિતિ ડામાડોળ જણાઇ રહી છે અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં 8 માસની ગર્ભવતીને પણ ભટકવું પડે છે અને દર્દીઓની મદદ કરનાર કોઇ જોવા મળતું નથી. હોસ્પિટલમાં સ્વચ્છતાની જગ્યાએ ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે. દર્દીઓને બેસવા માટે કોઇ વ્યવસ્થા નથી.
શું આ જ કેજરીવાલનું કથિત દિલ્હી મોડેલ છે?
અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને લોકોને ભરમાવે છે પણ તેમના શાસનમાં જ હોસ્પિટલમાં પોલમપોલ જોવા મળી રહી છે. લોકો સવાલ પુછી રહ્યા છે કે શું આ જ કેજરીવાલનું કથિત દિલ્હી મોડેલ છે? શું દિલ્હીમાં આવી જ છે હોસ્પિટલની સ્થિતિ? ઘરઆંગણે આવી સ્થિતિ છે તો દિલ્હી બહાર જઇને મોટા વાયદા કેમ કરી રહ્યા છે તેવો સવાલ લોકો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પર્દાફાશ થયો હતો કે કેજરીવાલના શાસનમાં દિલ્હીવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દિલ્હીમાં ભારે વરસાદમાં લોકો બેઘર બન્યા હતા.
ઓપીડીમાં વોર્ડબોયના બદલે સિક્યોરીટી ગાર્ડ બેસે છે
વાસ્તવીક હકિકતનો ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ રજૂ કરાયો છે. અહીં જોવા મળ્યું હતું કે ઓપીડીમાં વોર્ડબોયના બદલે સિક્યોરીટી ગાર્ડ બેસે છે. હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડીની પોલ ખુલી છે. કેજરીવાલ આરોગ્યના બજેટના નાણાં પોતાની જાહેરાત પાછળ ખર્ચે છે તેવો સવાલ લોકો પુછી રહ્યા છે. કેજરીવાલ સારા સ્વાસ્થ્ય અને સુવિધા આપવાની વાતો કરે છે ત્યારે સવાલ એ થાય કે જનતાના નાણાં આખરે ક્યાં જાય છે.
દર્દીઓને ભારે તકલીફ
દર્દીના સગા રાહુલે જણાવ્યું કે ઇમરજન્સીમાં તકલીફ થાય છે અને વારંવાર ધક્કા ખવડાવે છે. કાઉન્ટર પર કોઇ હતું નથી અને 1 કલાક બેસવું પડે છે. ટેસ્ટ અને દવાઓ બહારથી લાવવા કહે છે .
હોસ્પિટલમાં સ્ટાફની અછત
હોસ્પિટલમાં સ્ટાફની અછત છે. તપાસ કરતા જાણવા મળ્યું કે હજું ટેન્ડર આવ્યું નથી. રજીસ્ટરમાં ખાલી જગ્યા રાખીને નામો લખવામાં આવ્યા છે. કાઉન્ટર પર કોઇ પણ વ્યક્તિ બેસી જાય છે અને કામ કરે છે. સુપરવાઇઝર અને સ્ટાફને હટાવી દેવાયા છે. પુછવામાં આવ્યું તો એડમીન હોસ્પિટલમાં તપાસ કરવા જણાવાયું હતું. હોસ્પિટલમાં પહેલા કોમ્પ્યુટરાઇઝ હતું પણ હવે હાથથી લખીને કેસ દાખલ કરવામાં આવે છે.
શું કહ્યું અધિકારીએ
અધિકારીએ કહ્યું કે ટેન્ડર એક્સપાયરી થઇ ગયું છે અને બીજું ટેન્ડર એપ્રુવ થયું નથી. જો ટેન્ડર પાસ થશે તો જ બધુ થઇ શકશે. બધું અમને જાતે કરવા જણાવ્યું છે અને અત્યારે જે સ્ટાફ છે તેમાં જ મેનેજ કરવા જણાવ્યું હતું.
કેજરીવાલ સરકારની લાપરવાહી
હોસ્પિટલમાં દરેક ચીજની અછત છે. સરકારની લાપરવાહી જોવા મળી રહી છે. વારંવાર રજૂઆતો કરાઇ છે પણ કોઇ નિર્ણય લેવાતો નથી. આરોગ્ય મંત્રી હાલ જેલમાં છે તેથી કોઇ નિર્ણય લેવાયો નથી અને હોસ્પિટલો હાલ રામભરોસે છે. દર્દીઓની હાલત ખરાબ છે. મફત દવા અને મફત ટેસ્ટીંગ અને દવાઓનો વાયદો કરાયો હતો પણ હોસ્પિટલમાં કોઇ જ સુવિધા દર્દીઓને મળતી નથી.
જુઓ દિલ્હીની હોસ્પિટની હાલતનો અહેવાલ માત્ર ગુજરાત ફર્સ્ટ પર


