નાણામંત્રી નિર્મલા સીતારમણના કાફલાને રોકવાનો પ્રયાસ, ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઝપાઝપી
સીતારમને ગુરુવારે તેલંગાણામાં મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સરકાર પર કથિત વધતું દેવું, કૃષિ સંકટ અને અન્ય મુદ્દાઓ પર નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ તેલંગાણાના પ્રવાસે છે. શુક્રવારે તેમની મુલાકાત દરમિયાન કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકબીજા સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાન પોલીસે બગડતી પરિસ્થિ
09:26 AM Sep 02, 2022 IST
|
Vipul Pandya
સીતારમને ગુરુવારે તેલંગાણામાં મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સરકાર પર કથિત વધતું દેવું, કૃષિ સંકટ અને અન્ય મુદ્દાઓ પર નિશાન સાધ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ તેલંગાણાના પ્રવાસે છે. શુક્રવારે તેમની મુલાકાત દરમિયાન કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકબીજા સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાન પોલીસે બગડતી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઝપાઝપી
કેન્દ્રીય મંત્રી ઝહીરાબાદ વિસ્તારની મુલાકાતે છે, શુક્રવારે તેઓ કામરેડ્ડી જિલ્લામાં હતાં, ત્યારે યુથ કોંગ્રેસ સહિતના કેટલાક કોંગ્રેસના કાર્યકરોએ સીતારમણના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન ત્યાં ભાજપના કાર્યકરો પણ સક્રિય થઈ ગયા હતા અને બંને જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. અહેવાલ છે કે તે ઝહીરાબાદમાં તેમનો પ્રવાસ પૂરો કરીને બાંસવાડા જઈ રહ્યાં હતા તે દરમિયાન બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
તેલંગાણા સરકાર પર નિશાન સાધ્યું
સીતારમને ગુરુવારે તેલંગાણામાં મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સરકાર પર કથિત વધતા દેવું, કૃષિ સંકટ અને અન્ય મુદ્દાઓ પર નિશાન સાધ્યું હતું. ખાસ વાત એ છે કે રાજ્યમાં વર્ષ 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ મામલે ભાજપ પહેલેથી જ ખૂબ સક્રિય છે. ભાજપની 'લોકસભા પ્રવાસ યોજના'ના ભાગરૂપે ઝહીરાબાદ સંસદીય મતવિસ્તારની તેમની મુલાકાત દરમિયાન, સીતારમણે કામરેડ્ડીમાં દાવો કર્યો હતો કે તેલંગાણામાં રેવન્યુ સરપ્લસ છે, પરંતુ તે હવે મહેસૂલ ખાધની સ્થિતિમાં ગયું છે. તેમણે કહ્યું કે શાસક ટીઆરએસે બજેટની બહાર લોન લીધી. તેમણે કહ્યું કે તેલંગાણા ખેડૂતોની આત્મહત્યાના મામલે ચોથા નંબર પર છે.
Next Article