ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગીરમાં CR પાટીલના આગમન પહેલા કોંગ્રેસમાં મોટું ગાબડું, 400થી વધુ લોકો ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી  છે  ત્યારે  ભરૂચ વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની રહી છે.  ત્યારે વાગરા તાલુકાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા ભાજપનું જન સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેàª
04:51 PM Oct 03, 2022 IST | Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી  છે  ત્યારે  ભરૂચ વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની રહી છે.  ત્યારે વાગરા તાલુકાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા ભાજપનું જન સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેàª
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી  છે  ત્યારે  ભરૂચ વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની રહી છે.  ત્યારે વાગરા તાલુકાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા ભાજપનું જન સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ, સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ, દુધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ, વાગરા તાલુકા પંચાયતના સભ્ય મુબારક પઠાણ અને કોંગ્રેસના આગેવાન યુનુસ સરપંચ સહિત 16 ગામોના આશરે 300થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમને કેસરીયો ખેસ પહેરાવી ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આવકાર્યા હતા.
ભાજપ અધ્યક્ષશ્રી  સીઆર પાટીલે કોંગ્રેસ પર કર્યા  પ્રહાર 
ગીર સોમનાથના ઉનાની મુલાકાતે આવેલા ભાજપ અધ્યક્ષશ્રી સીઆર પાટીલે કેજરીવાલની સાથે સાથે કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે સોનિયાનું રિમોટ તૂટવા આવ્યું છે. ચૂંટણીઓ માં સોનિયા કુંવરને આગળ રાખતા હતા પણ કુંવર જ્યા જાય ત્યાં ઉમેદવાર તો ઠીક કોંગ્રેસ હારી જાય છે. રાહુલ ગાંધી દેશ જોડે યાત્રા કરવા નિકલ્યા પણ ગુજરાત ને સાઈડ લાઇન કર્યું કારણ કે તેને ગુજરાત પ્રત્યે પ્રેમ જ નથી. અને   ઉનામાં કોંગ્રેસ પાર્ટીમાં ગાબડું  સી.આર.પાટીલના આગમન પહેલા કોંગ્રેસમાં ગાબડું હતું  કોંગ્રેસના  400થી વધુ લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા ઉના વિધાનસભા બેઠક પર રાજકીય ગરમાવો જોવા  મળ્યો  હતો 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કમલમ ખાતે મેરેથોન બેઠકો કરી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે મેરેથોન બેઠકો કરી હતી. આ બેઠકોમાં 182 વિધાનસભાના ઈન્ચાર્જ સાથેની બેઠકમાં અમિત શાહે લાગણીસભર વક્તવ્ય આપી સૌ ઈન્ચાર્જનો જુસ્સો વધાર્યો હતો. અમિત શાહે પોતે જ્યારે અટલજી અને અડવાણીજીના ચૂંટણી ઈન્ચાર્જ હતા ત્યારે કરેલી કામગીરીને યાદ કરી કહ્યુ હતુ કે, ચૂંટણી ઈન્ચાર્જ જ ચૂંટણી જીતાડી શકે. તેમણે તમામ ઈન્ચાર્જને ખાસ ચૂંટણીલક્ષી લેશન આપતા જણાવ્યુ હતુ કે નારાજ થયેલા કાર્યકર્તાઓને મનાવો. ટિકીટ નહી મળતા નારાજ થયેલાને ખાસ મનાવો. અમિત શાહે ઈન્ચાર્જ સમક્ષ 140 થી વધુ વિધાનસભા બેઠકોનો લક્ષ્યાંક મુક્યો હતો અને તે માટે કામ પર લાગી જવા જણાવ્યુ હતુ. બેઠકમાં આપ અંગે પણ ચર્ચા થઈ હતી અને અમિત શાહે આપનુ ગુજરાતમાં ખાતુ જ ન ખૂલે તેવી મહેનત કરવા ચૂંટણી ઈન્ચાર્જને તાકીદ કરી હતી.
સી.આર.પાટીલે શું કરી કાર્યવાહી

કિશનસિંહ સોલંકીએ પોતાના ફેસબુક ઉપર ભગવન માન સાથે ફોટો શેર કર્યો હતો. હાલ ભાજપના નેશનલ એક્ઝિક્યુટિવ પદ પર કાર્યરત કિશનસિંહ સોલંકી જિલ્લા પ્રવક્તા તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. રવિવારે તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ભગવંત માન સાથે ફોટો શેર કર્યો હતો. જેને લઈ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સૂચનાથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કિશનસિંહ સોલંકીને છ વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર વિધાનસભા ચૂંટણીને લઇ બેઠક  મળી
સુરેન્દ્રનગર વિધાનસભા ચૂંટણીને લઇ સમાજમાં બેઠકોનો દૌર શરૂ  થયો  છે  ત્યારે   સુરેન્દ્રનગરના સાયલામાં પ્રજાપતિ સમાજની  ભાજપ વિચારધારા ધરાવતા આગેવાનોની બેઠક  મળી  હતી  અને  પ્રજાપતિ સમાજે 20 જેટલી ટિકીટને લઇ કરી ચર્ચા અને  સમગ્ર ગુજરાતમાં અંદાજિત 50 લાખથી વધુ પ્રજાપતિ
ચૂંટણીલક્ષી બેઠકને લઇ રાજકીય માહોલ ગરમાયો હતો

ચૂંટણીલક્ષી બેઠકને લઇ રાજકીય માહોલ ગરમાયો હતો  અને  બીજી' તરફ   કડી વિધાનસભા માટે કોંગ્રેસના મુરતિયાઓની લાંબી લાઇનો   લાગી  છે  ત્યારે  24થી વધુ લોકોએ કડી વિધાનસભા માટે દાવેદારી   કરી અને  કડી વિધાનસભાની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જિલ્લા બહારના કોંગ્રેસના દાવેદારોની કડી વિધાનસભા પર નજર રાખવામાં  આવશે.  ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ ઉનામાં ત્રિકોણ બાગ રાવણા વાડી સભા સ્થળે પહોંચ્યા પાટીલ કાર્યકર્તાઓએ સી.આર.પાટીલનું કર્યું સ્વાગત ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલનું પેજ પ્રમુખ અભિયાન તેજ કરવા  માટે  મંત્રીઓ બુથ લેવલ સુધી પહોંચ્યાં  કૃષિ- ઉર્જા મંત્રીશ્રી મુકેશ પટેલ બનાસકાંઠાના રાણપુર ગામે પહોંચ્યાં ગેમાભાઈ સોલંકીના ઘરની શુભેચ્છા મુલાકાત લીધી ચૂંટણી પહેલા બુથ સુધી પહોંચી સંગઠન મજબૂત કરવાનું અભિયાન 
 
Tags :
400peoplejoinedBJParrivalinGirBiggapCongressbeforeCRPatilGujaratFirst
Next Article