ભાજપ 22 નવેમ્બરના રોજ 93 બેઠક પર મેગા ચૂંટણી પ્રચાર કરશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Election 2022)બીજા તબક્કા માટે ભાજપે પ્રચારનો મહા પ્લાન તૈયાર કર્યો છે.ભાજપના ટોચના નેતાઓ મંગળવારે 93 બેઠક પર 93 જનસભા સંબોધશે.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખંભાત,થરાદ,ડીસા,સાબરમતીમાં સભા ગજવશે.તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સહેરા, ચાણસ્મા, સિદ્ધપુર, નિકોલમાં સભાનું આયોજન કરાયું છે. ભાજપ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યપ્રધાન પણ પ્રચારની ધૂરા સંભાળશે.
11:52 AM Nov 21, 2022 IST
|
Vipul Pandya

કેન્દ્રના મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરશે
હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જનસભાઓ ગજવશે. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાશ ચોધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે.જ્યારે ભાજપના સ્ટાર ચહેરાઓ સાંસદ મનોજ તિવારી અને રવિ કિશન પણ પ્રચાર સભા કરશે. તો ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલી સંબોધશે.
ગુજરતમાં છેલ્લા 25 વર્ષમાં વિકાસના કર્યો થયાં:સુધાંશુ ત્રિવેદી
કેન્દ્રીય મંત્રીશ્રી સુધાંશુ ત્રિવેદીએ જાણવ્યુકે ગુજરતમાં છેલ્લા 25 વર્ષમાં વિકાસના કર્યો થયાં અને પાણીને લઈને એક મોટો પ્રશ્નો હતો એક સમયે ગુજરાતના સોરાષ્ટ્ર અને કચ્છમાં ટેન્કરનું રાજ હતું ત્યારે મોદીજીએ નીચેનું પાણી ઉપર લાવવા આવ્યું અને છેલ્લા એક દશકમાં પાણી પહોંચાડવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં પાણીને લઈને અને કામો કર્યા છે. ત્યારે બીજી તફર ગુજરાતમાં દરેક ગામોમાં નળ થી જળ આપવામાં આવ્યું ગુજરાત દેશનું એક મોટું રાજ્ય છે . જ્યાં ભૂગર્ભ જળના સ્તરમાં વધારો થયો અને મહિલાઓની મુશ્કેલીમાં ઘટાડો થયો છે
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article