ભરૂચ જિલ્લાની પાંચ બેઠકોનું કુલ 67.54 ટકા મતદાન નોંધાતાં ઉમેદવારો મૂંઝવણમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(Gujarat Election 2022)પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને ભરૂચ (Bharuch)જિલ્લાની પાંચ બેઠકો(Five seats)ઉપર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયા બાદ તમામ EVMમશીનમાં ઉમેદવારોના (Candidates)ભાવ સીલ થયા છે પરંતુ મતદાન ની ટકાવારી ઘટી જવાના કારણે ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે અને તમામ પક્ષના ઉમેદવારો પોતાની જીતની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ તમામ ઉમેદવારનું ભાવી ૮મી ડિસેમ્બરે ન
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું(Gujarat Election 2022)પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને ભરૂચ (Bharuch)જિલ્લાની પાંચ બેઠકો(Five seats)ઉપર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાયા બાદ તમામ EVMમશીનમાં ઉમેદવારોના (Candidates)ભાવ સીલ થયા છે પરંતુ મતદાન ની ટકાવારી ઘટી જવાના કારણે ઉમેદવારોની ચિંતામાં વધારો થયો છે અને તમામ પક્ષના ઉમેદવારો પોતાની જીતની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ તમામ ઉમેદવારનું ભાવી ૮મી ડિસેમ્બરે નક્કી થનાર છે ત્યાં સુધી સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બની રહેશે.
પ્રથમ ચરણના તબક્કાનું મતદાન યોજાયું
વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ ચરણના તબક્કાનું મતદાન યોજાયું હતું અને ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 1359 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે સવારે મતદાન ધીમું રહ્યું હતું અને બપોર બાદ મતદારો મતદાન કરવા મતદાન મથકો ઉપર ઉમટી પડ્યા હતા અને લાંબી કતારો જામી ગઈ હતી મતદાન મથકો ઉપર મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે દોઢ મૂકી હતી અને સંધ્યાકાળના પાંચ વાગ્યા સુધી તમામ મતદાન મથકો ઉપર મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો અને તમામ મતદાન મથક ઉપર મતદાન પ્રક્રિયા સંપન્ન થતા તમામ ઇવીએમ મશીનોને સીલ કરવામાં આવ્યા હતા
ઝઘડિયા બેઠક ઉપર 76.20 ટકા મતદાન નોંધાયું
ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા સંપન્ન થતા ટકાવારીમાં પાંચ બેઠકોની વાત કરવામાં આવે તો સૌથી વધુ ઝઘડિયા બેઠક ઉપર 76.20 ટકા મતદાન નોંધાયું છે જ્યારે સૌથી ઓછું મતદાન ભરૂચ બેઠક ઉપર 58.27 ટકા નોંધાયું છે જંબુસરમાં 67 ટકા અને વાગરામાં પણ 71.73 ટકા મતદાન જ્યારે અંકલેશ્વર બેઠક ઉપર 63.97 ટકા મતદાન નોંધાયું હતું અને આમ ભરૂચ જિલ્લાનું કુલ 67.54 ટકા મતદાન નોંધાયું છે જે 2017 ની તુલનામાં ઓછું માનવામાં આવે છે જેના કારણે ઉમેદવારોના ચહેરા ઉપર ખુશીનો નૂર જોવા મળતો નથી પરંતુ તમામ પક્ષના ઉમેદવારો પોતાની જીતની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે કયા ઉમેદવારનું ભાવી નક્કી થાય છે
ત્યારે આઠમી ડિસેમ્બરે જાણી શકાશે હાલ તો મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા તમામ ઇવીએમ મશીનોને સીલ કરી ભરૂચની કે જે પોલિટેકનિક સરકારી કોલેજના મત ગણતરીના સ્થળે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રીતે સીલ કરવામાં આવ્યા છે અને ઇવીએમ મશીન ની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે પરંતુ હાલ તો સમગ્ર ભરૂચ જિલ્લાની પાંચ બેઠક ઉપર કયા ઉમેદવારને કેટલા મત મળશે તે મુદ્દો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે પરંતુ સૌથી ઓછું મતદાન થવાના કારણે સત્તા પક્ષના ઉમેદવારોની ચિંતામાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.