આવતી કાલે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રવાસે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Shri Bhupendra Patel) તારીખ ૧ ઓક્ટોબરના રોજ કચ્છ (Kutch)જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ રોજ બપોરે ૨.૦૦ કલાકે કંડલા એરપોર્ટ ખાતે આવી પહોંચશે. મુખ્યમંત્રીશ્રી ગાંધીધામ (Gandhidham)ખાતે એનેક્સી ભવનનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ તેઓ અંજાર (Anjar) ખાતે વેલસ્પન કંપનીના પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ તેઓ ભદ્રેશ્વર અને હાàª
03:10 PM Sep 30, 2022 IST
|
Vipul Pandya
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Shri Bhupendra Patel) તારીખ ૧ ઓક્ટોબરના રોજ કચ્છ (Kutch)જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ રોજ બપોરે ૨.૦૦ કલાકે કંડલા એરપોર્ટ ખાતે આવી પહોંચશે. મુખ્યમંત્રીશ્રી ગાંધીધામ (Gandhidham)ખાતે એનેક્સી ભવનનું ઉદ્ઘાટન કરશે.
મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ તેઓ અંજાર (Anjar) ખાતે વેલસ્પન કંપનીના પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપશે. આ કાર્યક્રમ બાદ તેઓ ભદ્રેશ્વર અને હાટડી ગામ ખાતે પોર્ટ બિઝ ઈન્ડસ્ટ્રીયલ પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી અનુકૂળતાએ માતાના મઢ ખાતે દર્શનાર્થે જશે. ત્યારબાદ સાંજે ૬.૦૦ કલાકે ભુજ એરપોર્ટથી ગાંધીનગર જવા રવાના થશે.
Next Article