અમદાવાદમાં AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ,પોલીસનો કાફલો ઘટનાસ્થળે
અમદાવાદના (Ahmedabad)ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે. ભાજપના (BJP)કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને માર માર્યો છે. આચારસંહિતા બાદ પણ ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરતા હતા જેને લઈને બબાલ થઈ હોવાની વાત સામે આવી છે. AAPના ઉમેદવાર સંજય મોરીને ગોંધી રાખીને માર મારવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. માથાકૂટ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પરàª
Advertisement
અમદાવાદના (Ahmedabad)ઠક્કરબાપા નગર વિધાનસભા બેઠક પર ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે બબાલ થઈ છે. ભાજપના (BJP)કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના ઉમેદવારને માર માર્યો છે. આચારસંહિતા બાદ પણ ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરતા હતા જેને લઈને બબાલ થઈ હોવાની વાત સામે આવી છે. AAPના ઉમેદવાર સંજય મોરીને ગોંધી રાખીને માર મારવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. માથાકૂટ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
AAP અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ
આપના ઉમેદવાર સંજય મોરીને ભાજપના કાર્યકર્તાઓએ માર મરાયાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજય મોરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા છે. બીજા તબક્કાની ચૂંટણીના મતદાનને હવે 36 કલાક કરતા ઓછો સમય બચ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી જતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
EVM માં ચેડાંની આશંકાએ કોંગ્રેસ-આપના કાર્યકરો 24 કલાક કરી રહ્યા છે પહેરો
રાજ્યમાં પ્રથમ ચરણની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે પરંતુ ઈવીએમમાં ચેડાં થવાની આશંકાને લઈને વલસાડ ખાતે ઇવીએમ સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ અને આપ નેતાઓ દ્વારા પેહરો ભરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં પ્રથમ ચરણની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે ત્યારે વલસાડની પાંચ બેઠકો પર 65 ટકા જેટલું મતદાન થયું છે ત્યારે તમામ પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે. જોકે વલસાડની એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રાખવામાં આવ્યા છે. જેના કારણે આ સ્ટ્રોંગ રુમની બહાર આપ અને કોંગ્રેસનો પહેરો જોવા મળી રહ્યો છે. વલસાડની સરકારી ઇજનેરી કોલેજ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. જોકે પોલીસની સાથે સાથે ઉમેદવારો અને કાર્યકર્તાઓનો પહેરો જોવા મળી રહ્યો છે.
બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત
બીજા તબક્કાની 93 બેઠકો માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થયા છે. આ 93 બેઠકો પર 5 ડિસેમ્બરના મતદાન યોજાશે. પક્ષો-ઉમેદવારો સાંજથી ડોર ટુ ડોર તેમજ સોશિયલ મીડિયા થકી ઉમેદવારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી ચૂંટણી અંગે વિગતો આપતા કહ્યું કે, ‘ બીજા તબક્કાની ચૂંટણીમાં 37,432 બેલેટ યૂનિટ, કંટ્રોલ યૂનિટ 36,157 અને VVPAT 40,066 ઉપયોગ કરી રહ્યા છે. મતદાન કર્મચારીઓની સંખ્યા 1,13,325 છે.’ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement