ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભુપેન્દ્ર દાદાનો દમદાર પ્રચાર, અમરાઈવાડીમાં 12 કિમી લાંબો રોડ-શૉ, દેખાયું પ્રચંડ જનસમર્થન

અમરાઈવાડી, ઈન્દ્રપુરી અને ભાઈપુરા વોર્ડમાં CMશ્રીનો પ્રચારકેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહનો અમદાવાદમાં રોડ શોબીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ પ્રચારના મેદાનમાંગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પ્રથમ તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું છે જે માટે પ્રચાર પડઘમ શાંત થયાં છે તો બીજી તરફ બીજા તબક્કાની 89 સીટો માટે ભાજપનું કાર્પેટ બોમ્બિંગ ચાલી રહ્યું છે. આજે અમદાવાદમાં મુખ
12:29 PM Nov 30, 2022 IST | Vipul Pandya
અમરાઈવાડી, ઈન્દ્રપુરી અને ભાઈપુરા વોર્ડમાં CMશ્રીનો પ્રચારકેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહનો અમદાવાદમાં રોડ શોબીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ પ્રચારના મેદાનમાંગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પ્રથમ તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું છે જે માટે પ્રચાર પડઘમ શાંત થયાં છે તો બીજી તરફ બીજા તબક્કાની 89 સીટો માટે ભાજપનું કાર્પેટ બોમ્બિંગ ચાલી રહ્યું છે. આજે અમદાવાદમાં મુખ
  • અમરાઈવાડી, ઈન્દ્રપુરી અને ભાઈપુરા વોર્ડમાં CMશ્રીનો પ્રચાર
  • કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહનો અમદાવાદમાં રોડ શો
  • બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ પ્રચારના મેદાનમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Elections 2022) પ્રથમ તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું છે જે માટે પ્રચાર પડઘમ શાંત થયાં છે તો બીજી તરફ બીજા તબક્કાની 89 સીટો માટે ભાજપનું કાર્પેટ બોમ્બિંગ ચાલી રહ્યું છે. આજે અમદાવાદમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો રૉડ-શો તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ રોડ-શૉ યોજ્યો હતો તો બીજી બાજુ કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીનો પણ રોડ શૉ અમદાવાદમાં યોજાયો છે.
મુખ્યમંત્રીશ્રી
અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા સીટ પર મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલાનો રોડ-શૉ યોજાયો જેમાં સીટીએમથી હાટકેશ્વર સુધી વિધાનસભાના 3 વોર્ડને લઈને પ્રચાર માટે મુખ્યમંત્રીશ્રીએ 12 કિમી લાંબો રોડ-શૉ યોજી ભાજપના ઉમેદવાર ડૉ. હસમુખભાઈ પટેલને જીતાડવા માટે પ્રચાર કર્યો. મુખ્યમંત્રીશ્રીના આગમનને લઈને અમરાઈવાડીના મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યું તથા રોડ-શૉ જનસમર્થન દેખાયું છે.
ગૃહમંત્રીશ્રી
આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમીતભાઈ શાહનો (Amit Shah) કલાપીનગરથી મોહનનગર આસારવામાં ભવ્ય રોડ-શૉ યોજાયો જેમા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
જ્યારે બીજી તરફ અમદાવાદના (Ahmedabad) બહેરામપુરામાં જે પી નડ્ડાનો રોડ શૉ યોજાયો હતા. અમદાવાદમાં બહેરામપુરા ખાડિયા જમાલપુરામાં રોડ શૉની શરૂઆત બહેરામપુરા મેલડી માતાના મંદિરેથી થઈ હતી અને જેમાં તેમણે ભાજપના ઉમેદવાર ભુષણભાઈ ભટ્ટને જીતાડવાની નેમ સાથે પ્રચાર કર્યો હતો.
આ પણ વાંચો - મતદાન માટે તંત્ર સજ્જ,તમામ તૈયારીઓને અપાયો આખરી ઓપ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAmraivadiAssemblyElections2022BhupendraPatelBJPGujaratElections2022GujaratFirstJamalpurKhadiyaroadshow
Next Article