ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

75 લાખની કેસ પકડાવવાના મામલામાં કોંગ્રેસ કનેક્શન, ભાગતા આરોપીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સુરતમાં એક ઇનોવા કારમાંથી 75 લાખની કેશ પકડાવવાના કેસમાં કોંગ્રેસ કનેક્શન ખુલ્યું છે. પકડાયેલા બે પૈકીનો એક આરોપી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. આરોપીના અશોક ગેહલોત અને રઘુ શર્મા સાથે ફોટોગ્રાફ્કસ પકડાયેલા આરોપી ઉદય ગુર્જરના અશોક ગેહલોત અને રઘુ શર્મા સાથેના કેટલાક ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે..આ ઉપરાંત જે આરોપી ફરાર થઇ ગયો તે કર્ણાટક કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે. આ આરોપીનà
07:00 AM Nov 24, 2022 IST | Vipul Pandya
સુરતમાં એક ઇનોવા કારમાંથી 75 લાખની કેશ પકડાવવાના કેસમાં કોંગ્રેસ કનેક્શન ખુલ્યું છે. પકડાયેલા બે પૈકીનો એક આરોપી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. આરોપીના અશોક ગેહલોત અને રઘુ શર્મા સાથે ફોટોગ્રાફ્કસ પકડાયેલા આરોપી ઉદય ગુર્જરના અશોક ગેહલોત અને રઘુ શર્મા સાથેના કેટલાક ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે..આ ઉપરાંત જે આરોપી ફરાર થઇ ગયો તે કર્ણાટક કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે. આ આરોપીનà
સુરતમાં એક ઇનોવા કારમાંથી 75 લાખની કેશ પકડાવવાના કેસમાં કોંગ્રેસ કનેક્શન ખુલ્યું છે. પકડાયેલા બે પૈકીનો એક આરોપી કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. 
આરોપીના અશોક ગેહલોત અને રઘુ શર્મા સાથે ફોટોગ્રાફ્કસ 
પકડાયેલા આરોપી ઉદય ગુર્જરના અશોક ગેહલોત અને રઘુ શર્મા સાથેના કેટલાક ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે..આ ઉપરાંત જે આરોપી ફરાર થઇ ગયો તે કર્ણાટક કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે. આ આરોપીનું નામ બી.એમ.સંદિપ હોવાનું ખુલ્યું છે... આ આરોપી ભાગ્યો તે સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મહત્વરપૂર્ણ છે કે જે કાર ઝડપાઇ હતી તેમાંથી બી એમ સંદીપનું આધાર કાર્ડ પણ મળી આવ્યું હતું 

શું હતો સમગ્ર મામલો ?
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગેરકાયદે રોકડ રકમની મોટેભાગે હેરફેર થતી હોય છે. ચૂંટણીમાં દારુ, ડ્રગ્સ કે નશીલા પદાર્થોની રેલમછેલ પણ થતી હોય છે. અને તેનાથી મતદાનને પ્રભાવિત કરવાનો પ્રયાસ થતો હોય છે. જેને લઇને ગુજરાતમાં ઘણા સ્થાનો પર સતત પોલીસ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા ચેકિંગ કરાઇ રહ્યું છે. સુરતના મહીધરપુરા વિસ્તારમાં જદાખાડી મહોલ્લા પાસે આવેલા રંગરેજ ટાવર પાસે પાર્કિંગમાં ઊભેલી એક મહારાષ્ટ્ર પાસિંગની MH.04.ES.9907 નંબરની ઈનોવા કારમાંથી 75 લાખ રૂપિયા રોકડા પકડાયા હતા.. ચૂંટણી પંચની ફ્લાઈંગ સ્કવોડ ટીમ દ્વારા આ રૂપિયા ઝડપી પાડવામાં આવ્યા હતા. .દરમ્યાન પોલીસ અને આવકવેરા વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી .
આ પણ વાંચો -  આ ચૂંટણીમાં 3 નરેન્દ્ર, 6 ભૂપેન્દ્ર અને 6 અમિત પણ મેદાનમાં, જાણો રસપ્રદ માહિતી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
75lakhsArrestarrestingAssemblyElectionAssemblyElection2022cashCCTVCongressconnectionElectionElection2022ExposeexposedfootageGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirst
Next Article