કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલ નહીં લડે ચૂંટણી, કોંગ્રેસ નેતા રઘુ દેસાઇનો મોટો દાવો, જાણો
ગુજરાત (gujarat)માં વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા એક તરફ વિવિધ સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય પણ પોતાના વિસ્તારની વિવિધ માંગોને લઈને છેલ્લા આઠ દિવસથી ઉપવાસ પર બેઠા હતા. જો કે આજે થરાદમાં કોંગ્રેસ (Congress)ની જાહેરસભામાં રાધનપુર (Radhanpur)ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ (Raghubhai Desai)નું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કારજો. આ વખતે જàª
01:20 PM Sep 24, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત (gujarat)માં વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા એક તરફ વિવિધ સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય પણ પોતાના વિસ્તારની વિવિધ માંગોને લઈને છેલ્લા આઠ દિવસથી ઉપવાસ પર બેઠા હતા. જો કે આજે થરાદમાં કોંગ્રેસ (Congress)ની જાહેરસભામાં રાધનપુર (Radhanpur)ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ (Raghubhai Desai)નું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસની 125 સીટો ન આવે તો મને ધિક્કારજો. આ વખતે જનતા પરિવર્તન ઇચ્છે છે. રઘુ દેસાઇએ જણાવ્યું કે, બધા સરકારી સંગઠનો આંદોલનો પર ઉતર્યા ને કહ્યું, ભાજપ તારી છેલ્લી દિવાળી. ગુજરાતની પ્રજા પરિવર્તન માગી રહી છે. તેમણે માલધારી આંદોલન અંગે પણ નિવેદન આપ્યું હતું. ગોપાલકનો છોકરો કે છે, 125થી ઓછી સીટ આવે તો મને ધિક્કાર કેજો.
ત્યારે બીજી તરફ વડોદરા રૂરલ ડભોઇ કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે વિધાનસભાની ચૂંટણી નહિ લડવાની કરી જાહેરાત અને કોંગ્રેસ પક્ષ માટે સિદ્ધાર્થ પટેલ ચૂંટણી પ્રચાર કરશે ,ત્યારે છેલ્લા 25 વર્ષથી સિદ્ધાર્થ પટેલ ડભોઇ વિધાનસભાથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે સિદ્ધાર્થ પટેલે ભાજપ પર કર્યા પ્રહાર કરતાં કહું કે જે લોકો પાસે હવે કંઈ રેહવાનું નથી તેવા લોકો રેવડી શબ્દ લાવ્યા છે અને આજે ડભોઇ તાલુકાના કોંગ્રેસે આજથી ચૂંટણી પ્રચારનાં શ્રીગણેશ કર્યા અને ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોને ગેરંટી પેપલેટ આપવામાં આવ્યા હતા
Next Article