ચૂંટણી ટાણે જ ભિલોડામાં કોંગ્રેસમાં ગાબડુ, મહત્વના નેતાઓ જોડાયા ભાજપમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પહેલા તબક્કાનું મતદાન હવે નજીક છે ત્યારે રાજકારણના સમીકરણો રોજ બદલાઇ રહ્યા છે. નેતાઓ પોતાનો પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઇ રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા (Bhiloda) મતવિસ્તારમાં કોંગ્રેસ (Congress) માં મોટુ ગાબડું પડ્યું છે. રાજકારણના મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ની હાજરીમાં કોંગ્રેસના આદિવાસી સમાજન
12:27 PM Nov 28, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે પહેલા તબક્કાનું મતદાન હવે નજીક છે ત્યારે રાજકારણના સમીકરણો રોજ બદલાઇ રહ્યા છે. નેતાઓ પોતાનો પક્ષ છોડીને બીજા પક્ષમાં જોડાઇ રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લાના ભિલોડા (Bhiloda) મતવિસ્તારમાં કોંગ્રેસ (Congress) માં મોટુ ગાબડું પડ્યું છે. રાજકારણના મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ની હાજરીમાં કોંગ્રેસના આદિવાસી સમાજના મોટા રાજકીય નેતાઓ ભાજપ (BJP) માં જોડાતા રાજકીય મોરચે ગરમાવો આવી ગયો હતો.
ભિલોડામાં કોંગ્રેસમાં ગાબડુ
વિધાનસભાની ચૂંટણીમાં વિજય હાંસલ કરીને રાજકીય પક્ષો સત્તા હાંસલ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. અત્યારે ગુજરાતનો રાજકીય માહોલ ગરમ છે. વિવિધ સ્થળો પર રાજકીય પક્ષોના કાર્યકરો અને આગેવાનો પોતાનો પક્ષ છોડીને અન્ય પક્ષમાં જોડાવાના સમાચારો આવી રહ્યા છે ત્યારે મંગળવારે ભિલોડા મત વિસ્તારમાં કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં ભાજપમાં જોડાયા
ભિલોડામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ભિલોડામાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા અને તે સમયે જ અમિતભાઇ શાહની હાજરીમાં કોંગ્રેસમાં મોટું ગાબડું છે. કોંગ્રેસના આદિવાસી સમાજના મોટા રાજકીય નેતાઓ ભાજપમાં જોડાતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના દિલીપભાઈ કટારા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે. દિલીપભાઈ કોંગ્રેસના ખેડબ્રહમાના પૂર્વ ધારાસભ્ય સ્વ. કલજીભાઈ કટારાના પુત્ર છે.
તુલસીભાઇ રાવલ પણ ભાજપમાં જોડાયા
દિલીપભાઇ કટારા ભિલોડા વિસ્તારના આદિવાસી ડુંગરી ગરાસિયા પંચના પ્રમુખ છે અને તેઓ કોંગ્રેસના ભિલોડા વિધાનસભા સીટના પ્રબળ દાવેદાર પણ હતા. તેમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તેમની સાથે સહકારી આગેવાન તુલસીભાઈ રાવલે પણ ગૃહ મંત્રીના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article