Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ધીમે ધીમે જામી રહ્યો છે મતદાનનો માહોલ, 11 વાગ્યા સુધી 19.17 ટકા ટકા મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સવારે 1 કલાકમાં ઓછું મતદાન થયા બાદ હાલ હવે ધીમે ધીમે મતદારો મતદાન કેન્દ્ર ઉપર આવી રહ્યા છે. ઘણા સ્થળોએ મતદાન માટે લાંબી કતારો જોવા મળી રહી છે. સવારે 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા મતદાન નોંધાયું છે. ઇવીએમ ખોટકાયાના બન્યા બનાવરાજ્યમાં ઘણાં સ્થળોએ ઇવીએમ ખોટકાયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. જોકે ઇવીએમ બદલીને મો
ધીમે ધીમે જામી રહ્યો છે મતદાનનો માહોલ  11 વાગ્યા સુધી 19 17 ટકા ટકા મતદાન
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. સવારે 1 કલાકમાં ઓછું મતદાન થયા બાદ હાલ હવે ધીમે ધીમે મતદારો મતદાન કેન્દ્ર ઉપર આવી રહ્યા છે. ઘણા સ્થળોએ મતદાન માટે લાંબી કતારો જોવા મળી રહી છે. સવારે 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા મતદાન નોંધાયું છે. 
ઇવીએમ ખોટકાયાના બન્યા બનાવ
રાજ્યમાં ઘણાં સ્થળોએ ઇવીએમ ખોટકાયા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. જોકે ઇવીએમ બદલીને મોટાભાગના સ્થળો પર ફરી મતદાન શરુ થઇ ચુક્યું છે. વડોદરા સહિતના શહેરોમાં મોબાઇલ લઇને મતદાન કેન્દ્રો પર ગયેલા મતદારોને અટકાવવામાં આવ્યા હતા. જેથી મતદારોએ હોબાળો મચાવ્યો હતો. જો કે વડોદરામાં ઘણા મતદાન મથકોમાં મતદારો બિન્ધાસ્તપણે મોબાઇલ ફોન લઇને પહોંચ્યા હતા અને તેમને ચેક પણ કરવામાં ના આવ્યા હોવાનું મતદારોએ જણાવ્યું હતું.
EVMના ફોટો-વીડિયો વાયરલ
સવારે 11 વાગ્યા સુધી સરેરાશ 19.17 ટકાથી વધુ મતદાન થયું છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન કેન્દ્રો પર વ્યવસ્થા કરાઇ છે પણ ક્યાંક વ્યવસ્થાનો અભાવ હોવાની પણ ફરિયાદો જોવા મળી રહી છે. ચૂટણી પંચે મતદાન કેન્દ્રો પર મોબાઇલ લઇ જવા માટે પ્રતિબંધ મુક્યો છે છતાં ડીસા અને રાધનપુરમાં EVMના ફોટો-વીડિયો વાયરલ થયા છે. 

બરીયફમાં બહિષ્કાર 
બહુચરાજીના બરીયફમાં મતદાનનો બહિષ્કાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. પીવાના પાણીની પડતર માગણી મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. ગામમાં અત્યાર સુધી એકપણ મત EVMમાં પડ્યો  નથી.  ગુજરાત ફર્સ્ટની જનતાને મતદાનની અપીલ છે કે મતદાનની આ તક બિલકૂલ ચૂકશો નહીં.
મતદારોમાં ઉત્સાહ
સામાન્ય મતદારો સાથે રાજકીય પક્ષના નેતાઓ અને ઉમેદવારો પણ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ઠેર ઠેર સ્વામિનારાયણ મંદિરના સંતો સહિત સાધુ મહંતોએ પણ મતદાન કર્યું હતું. 90 વર્ષની વયના અનેક મતદારોએ પણ મતદાન કેન્દ્રો પર પહોંચીને મતાધિકારનો પ્રયોગ કર્યો હતો અને અન્યોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. એનઆરઆઇ મતદારોએ પણ મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની માતા હીરા બાએ પણ રાયસણ ની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. 
Tags :
Advertisement

.

×