Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં માત્ર બે બેઠકો પણ જીતશે તો પણ આમ આદમી પાર્ટી ફાયદામાં, જાણો કઇ રીતે

જો એકઝિટ પોલનુ માનીએ તો આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ખાસ કંઇ કમાલ કરી શકે તેમ નથી..એકઝિટ પોલ અનુસાર આમ આદમી પાર્ટીને માંડ આઠ થી દસ જેટલી બેઠકો મળે તેમ છે.. આ સંજોગોમાં ગુજરાતમાં સરકાર બનાવવાનું તેનું સપનું માત્ર સપનું બનીને જ રહી જશે.. પરંતુ વાસ્તવિકતા એ છે કે આમ આદમી પાર્ટી આઠને બદલે માત્ર બે બેઠકો પણ જીતી શકે તો પણ તે તેના માટે બહુ મોટી સફળતા ગણાશે. ચાલો તમન
ગુજરાતમાં માત્ર બે બેઠકો પણ જીતશે તો પણ આમ આદમી પાર્ટી ફાયદામાં  જાણો કઇ રીતે
જો એકઝિટ પોલનુ માનીએ તો આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ખાસ કંઇ કમાલ કરી શકે તેમ નથી..એકઝિટ પોલ અનુસાર આમ આદમી પાર્ટીને માંડ આઠ થી દસ જેટલી બેઠકો મળે તેમ છે.. આ સંજોગોમાં ગુજરાતમાં સરકાર બનાવવાનું તેનું સપનું માત્ર સપનું બનીને જ રહી જશે.. પરંતુ વાસ્તવિકતા એ છે કે આમ આદમી પાર્ટી આઠને બદલે માત્ર બે બેઠકો પણ જીતી શકે તો પણ તે તેના માટે બહુ મોટી સફળતા ગણાશે. ચાલો તમને જણાવીએ કે અમે આવું શા માટે કહી રહ્યા છીએ. 
 
રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ ઝડપથી આગળ વધી રહી છે આમ આદમી પાર્ટી 
વાત એમ છે કે દિલ્હી અને પંજાબમાં મોટી જીત હાંસલ કર્યા બાદ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા તરફ ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. છેલ્લા ઘણા રાજ્યોમાં ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ આ માટે કોશીશ કરી પરંતુ ત્યારે ફાયદો મળી શક્યો ન હતો. હવે ગુજરાતના એકઝિટ પોલ એ વાત તરફ ઇશારો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી શકે છે. 
રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે કેટલીક શરતોનું પાલન થવું જરૂરી હોય છે, ચાલો તમને જણાવીએ કે રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે કઇ શરતોનું પાલન થવું જરૂરી છે
 સંવિધાન વિશેષજ્ઞ ડોક્ટર સુભાષ કશ્યપના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય દળ હોવાની ત્રણ મુખ્ય શરતો અથવા પાત્રતામાંથી એક શરતએ છે કે કોઇપણ રાજનૈતિકદળ ચાર લોકસભા બેઠકો ઉપરાંત લોકસભામાં 6 ટકા વોટ હાંસલ કરે અથવા તો વિધાનસભા ચૂંટણીઓમાં ચાર કે પછી તેનાથી વધુ રાજ્યોમાં કુલ 6 ટકા ક પછી તેનાથી વધુ વોટ શેયર મેળવે.ચૂંટણીના રાજનૈતિક નિયમોના જાણકાર કે.જે.રાવના જણાવ્યા અનુસાર કોઇ રાજનૈતિક દળ લોકસભા ચૂંટણી દરમ્યાન ત્રણ રાજ્યોમાં લોકસભાની 2 ટકા અથા તો 11 સીટો જીતે કે પછી કોઇ પાર્ટી ચાર કે તેથી વધુ રાજ્યોમાં ક્ષેત્રીય પાર્ટીના રૂપમાં માન્યતા ધરાવતી હોવી જરૂરી છે.  . કોઇ રાજનૈતિક પાર્ટી ચાર લોકસભા ચૂંટણીઓ ઉપરાંત લોકસભામાં 6 ટકા  વોટ હાંસલ કરે અથવા તો પછી વિધાનસભા ચૂંટણીઓમાં ચાર કે તેથી વધુ રાજ્યોમાં કુલ 6 ટકા થી વધુ વોટ શેયર મેળવે તે જરૂરી છે. 
હાલ આટલી રાષ્ટ્રીય પાર્ટીઓ છે ?
 
ભારતીય જનતા પાર્ટી 
કોંગ્રેસ 
બહુજન સમાજ પાર્ટી 
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી 
કોમ્યનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા 
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા ( માર્કસવાદી) 
તૃણમુલ કોંગ્રેસ ( ટીએમસી) 
નેશનલ પીપલ્સ પાર્ટી ( એનપીપી) 


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.