
ચૂંટણી આવે એટલે પક્ષપલટાની મૌસમ શરૂ થઈ જાય છે. ત્યારે છેલ્લા 7
વર્ષમાં કોંગ્રેસને પક્ષપલટાના કારણે મોટા ઝટકા લાગ્યા છે. તેમાં અનેક મોટા નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. જેમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રીટા બહુગુણા જોશી જેવા મોટા નામ પણ સામેલ છે.
1.આરપીએન સિંહ
યુપી વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના મોટા નેતા આરપીએન સિંહ ભાજપમાં જોડાઇ ગયા છે. મોટી વાત તો એ છે કે આરપીએન સિંહ કોંગ્રેસની સ્ટાર પ્રચારકની લિસ્ટમાં પણ હતા. ત્યારે ભાજપમાં જોડયા બાદ તેઓઅ યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ મોદીની પ્રશંસા કરી. તો સામે કોંગ્રેસ પાર્ટી સામે જ સવાલ ઉઠાવી દીધા. આરપીએન સિંહે પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે પીએમ મોદીએ ઘણા ઓછા સમયમાં રાષ્ટ્રનિર્માણનું કાર્ય કર્યું છે. આરપીએન સિહે એ પણ કહ્યું કે યુપીમાં સીએમ યોગીએ કાયદો વ્યવસ્થામાં ઘણો સુઘાર કર્યો છે. આરપીએન સિંહે કોંગ્રેસની વિચારધારા પર સવાલ ઉઠાવતા કહ્યું કે કોંગ્રેસ હવે 32
વર્ષ પહેલા જેવી પાર્ટી નથી રહી. જો કે સામે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા અને કહ્યું કે કાયર હોય તે આ લડાઇ ન લડી શકે.
2.જ્યોતિરાદિત્ય સિંધિયા
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવામાં સૌથી મોટું નામ છે જ્યોતિરાદિત્ય સિંધિયા. રાહુલ ગાંધીના ખાસ એવા સિંધિયાએ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા તે સમયે કોંગ્રેસને ઘણો મોટો ઝટકો લાગ્યો હતો. અને સિંધિયાનો ભાજપમાં પ્રવેશ નેવી જૈને કરાવ્યો હોવાનું પણ મનાય છે. 2020માં સિંધિયાએ કોંગ્રેસ છોડી ભાજપનો હાથ પકડ્યો હતો. હાલ તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ છે.
3.જિતિન પ્રસાદ
2020માં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ છોડ્યા બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો 2021માં લાગ્યો હતો. જ્યારે કોંગ્રેસને નેતા જિતિન પ્રસાદ ભાજપમાં સામેલ થયા હતા. કોંગ્રેસના યુવા અને કદાવર નેતા ભાજપમાં જોડાતા સિંધિયાએ કહ્યું હતું કે તેઓ મારા નાના ભાઇ સમાન છે. અને તેમના માટે હું ઘણો ખુશ છું.
4.રીટા બહુગુણા જોશી
રીટા બહુગુણા જોશી 2016માં કોંગ્રેસમાંથી ભાજપમાં સામેલ થયા હતા. અને 2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં તેઓ લખનઉ કેન્ટથી ચૂંટણી લડ્યા હતા. રીટા બહુગુણા જોશીએ અલ્હાબાદના મેયર બની 1995માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી. અને 2017માં વિધાનસભા ચૂંટણી પહેલા દક્ષિણપંથી બનનારામાં પહેલા નેતા હતા.
5.હેમંત બિસ્વા શર્મા
આસામના મુખ્યમંત્રી અને પૂર્વાત્તરના કદાવર નેતા હેમંત બિસ્વા શર્મા 2015માં ભાજપમાં સામેલ થયા હતા. ભાજપમાં તેમના રુતબાનો અંદાજો એના પરથી જ લગાવી શકાય છે કે, પૂર્વોત્તર રાજ્યમાં જ્યારે પણ કોઇ સંકટ આવે છે, તો શર્મા પાર્ટી તરફથી સંકટમોચક હોય છે. 2001થી 2015
સુધી હેમંત બિસ્વા શર્મા કોંગ્રેસ તરફથી આસામના જલકુબારી વિધાનસભા વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ જલકુબારીથી ભાજપમાંથી લડ્યા અને મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું છે.
6.જગદંબિકા પાલ
યૂપીમાં એક દિવસના મુખ્યમંત્રી રહેલા જગદંબિરા પાલ 2014માં જ ભાજપમાં જોડાયા હતા. અને તેઓ સતત બે વખત ડુમરિયાગંજથી ભાજપના સાંસદ રહ્યાં છે. 1993થી 2007
સુધી સતત 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અને તેઓએ 1998માં 3 દિવસ માટે યુપીના મુખ્યમંત્રી તરીકે કાર્ય કર્યું હતું.
7.ચૌધરી બિરેન્દ્ર સિંહ
ચૌધરી બિરેન્દ્ર સિંહે પણ 2014માં કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે. અને કહેવાય છે કે હરિયાણામાં ચૌધરી બિરેન્દ્ર સિંહ જ્યાંથી ચૂંટણી લડે છે. રાજકારણ ત્યાંથી શરૂ થાય છે. પાર્ટી કોઇપણ હોય જીતની ગેરન્ટી બિરેન્દ્ર સિંહ જ હોય છે.