Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત આમ આદમી પાર્ટીના માળખાને વિખેરી દેવાયું

ગુજરાત આમ આદમી પાર્ટીએ આગામી ચૂંટણીને લઇ મોટી જાહેરાત કરતા સંગઠનના જુના માળખાને સમાપ્ત કર્યુ હતું. હવે પ્રદેશ પ્રમુખ સિવાયના માળાખાની નવી જાહેરાત કરવામા આવશે. જેમ - જેમ ચુંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકિય પક્ષો પોતાની રણનીતિ વધારે તેજ કરી રહ્યાં છે.આમ આદમી પાર્ટીને ગુજરાતમા સમર્થન મળતા હવે સંગઠનને મજબુત કરવા માટે આમ આદમી પાર્ટીના આખાય સંગઠનને સમાપ્ત કરી દેવામા આવ્યું છે. હવà
ગુજરાત આમ આદમી પાર્ટીના માળખાને વિખેરી દેવાયું
Advertisement
ગુજરાત આમ આદમી પાર્ટીએ આગામી ચૂંટણીને લઇ મોટી જાહેરાત કરતા સંગઠનના જુના માળખાને સમાપ્ત કર્યુ હતું. હવે પ્રદેશ પ્રમુખ સિવાયના માળાખાની નવી જાહેરાત કરવામા આવશે. 
જેમ - જેમ ચુંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકિય પક્ષો પોતાની રણનીતિ વધારે તેજ કરી રહ્યાં છે.આમ આદમી પાર્ટીને ગુજરાતમા સમર્થન મળતા હવે સંગઠનને મજબુત કરવા માટે આમ આદમી પાર્ટીના આખાય સંગઠનને સમાપ્ત કરી દેવામા આવ્યું છે. 
હવે જુનુ માળખું સમાપ્ત કરીને નવુ માળખું જાહેર કરવામા આવશે, જેમા પ્રદેશ અધ્યક્ષ સિવાય તમામ પદ સમાપ્ત કરવામાં આવ્યા છે.
પ્રદેશ અઘ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ જાણાવ્યુ કે ભાજપને હરાવવા માટે નવું માળખું રચવાની જાહેરાત કરી છે ..જે રીતે ગુજરાતમા ખુણે ખુણેથી 'આપ'ને જન સમર્થન મળી રહ્યુ છે. લાખો લોકો આમ આદમી પાર્ટીમા જોડાયા છે..અને 'આપ'ને અત્યારે મુખ્ય વિપક્ષની ભુમીકામા લોકોએ લાવી દીધી છે. ભાજપ હવે આમ આદમી પાર્ટીથી ડરે છે અને 'આપ'ને  મુખ્ય વિપક્ષ માને છે. ચુંટણી માટે 'આપ' દ્વારા ખાસ વ્યુહરચના બનાવી છે, જેથી સંગઠનને હવે મોટુ કરવાની જરૂર છે.
 ટુંક સમયમા નવા માળખાની જાહેરાત કરવામા આવશે. આમ આદમી પાર્ટી છેલ્લા ૫ વર્ષ કરતા વધારે સમયથી જે જે લોકો પક્ષમા આવતા તે બધાને હોદા આપતી આવી છે ત્યારે હવે લોકોનો  પ્રતિસાદ મળતા નવુ સંગઠન બનાવશે.
Tags :
Advertisement

.

×