ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતમાં જોવા મળી રાજકારણમાં ખેલદિલી, હર્ષ સંઘવી ભેટી પડ્યા પોતાના પ્રતિસ્પર્ધીને

હર્ષ સંઘવીની રાજનીતિની ખેલદિલી સામે આવીહર્ષ સંઘવી તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારને ભેટ્યાઉમેદવારી ભરવા જતી વખતે બંને ઉમેદવારો ભેગા થયાકલેકટર કચેરીના પ્રાંગણમાં કોંગ્રેસના બળવંત જૈનને ભેટ્યા હર્ષ સંઘવીબળવંત જૈનને મળી  તેમને શુભકામના પણ પાઠવી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ જામી ચુક્યો છે ત્યારે ચૂંટણીના આ જંગમાં અવનવા રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક પિતા પુત્ર આમને
02:23 PM Nov 14, 2022 IST | Vipul Pandya
હર્ષ સંઘવીની રાજનીતિની ખેલદિલી સામે આવીહર્ષ સંઘવી તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારને ભેટ્યાઉમેદવારી ભરવા જતી વખતે બંને ઉમેદવારો ભેગા થયાકલેકટર કચેરીના પ્રાંગણમાં કોંગ્રેસના બળવંત જૈનને ભેટ્યા હર્ષ સંઘવીબળવંત જૈનને મળી  તેમને શુભકામના પણ પાઠવી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ જામી ચુક્યો છે ત્યારે ચૂંટણીના આ જંગમાં અવનવા રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક પિતા પુત્ર આમને
  • હર્ષ સંઘવીની રાજનીતિની ખેલદિલી સામે આવી
  • હર્ષ સંઘવી તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારને ભેટ્યા
  • ઉમેદવારી ભરવા જતી વખતે બંને ઉમેદવારો ભેગા થયા
  • કલેકટર કચેરીના પ્રાંગણમાં કોંગ્રેસના બળવંત જૈનને ભેટ્યા હર્ષ સંઘવી
  • બળવંત જૈનને મળી  તેમને શુભકામના પણ પાઠવી. 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નો જંગ જામી ચુક્યો છે ત્યારે ચૂંટણીના આ જંગમાં અવનવા રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક પિતા પુત્ર આમને સામને છે તો ક્યાંક બે સગા ભાઇ આમને સામને છે તો વળી ક્યાંક નણંદ પોતાની સગી ભાભીની સામે ચૂંટણી પ્રચાર કરતી જોવા મળે છે. રાજકારણમાં અને ખાસ કરીને ચૂંટણીના જંગમાં આમ તો બે પક્ષના સમર્થકો અવાર નવાર આમને સામને આવી જતા જોવા મળે છે પણ સુરત (Surat)માં આજે ચૂંટણીનો નવો જ રંગ જોવા મળ્યો હતો. મહત્વના સમાચાર મુજબ મજુરા બેઠક (Majura Seat)ના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી (Harsh Sanghvi) પોતાના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈનની અચાનક સામે આવી જતાં હર્ષ સંઘવી બળવંત જૈનને ભેટી પડ્યા હતા અને શુભકામના આપી હતી. 
હર્ષ સંઘવી તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ને ભેટ્યા
ચૂંટણીમાં બે કટ્ટર હરિફ પક્ષના કાર્યકરો આમને સામને આવી જાય ત્યારે વાતાવરણમાં ગરમાવો આવી જતો હોય છે. ચૂંટણી સમયે કટ્ટર હરિફ રાજકીય પક્ષોના કાર્યકરો સામ સામે ના આવી જાય તે માટે પોલીસને પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. જો કે આજે સુરતમાં નવો ખેલદિલીનો નજારો જોવા મળ્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી અને હાલ સુરતની મજુરા બેઠકના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની રાજનીતિની ખેલદિલી આજે જોવા મળી હતી. તેઓ પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવારને જોતાં જ ભેટી પડ્યા હતા. 
હર્ષ સંઘવીને કોંગ્રેસના ઉમેદવાર મળી ગયા
વાત જાણે એમ હતી કે આજે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ઉમેદવારો આજે પોતાના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા નિકળ્યા હતા. હર્ષ સંઘવી પણ પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે પોતાનું ફોર્મ ભરવા પહોંચ્યા હતા જ્યાં કલેક્ટર કચેરીના પ્રાંગણમાં તેમને તેમના જ પ્રતિસ્પર્ધી ઉમેદવાર મળી ગયા હતા. હર્ષ સંઘવી રાજકારણની કટ્ટરતા ભુલીને તેમને મળ્યા હતા અને તેમને ભેટ્યા હતા. 

હર્ષ સંઘવીએ બળવંત જૈનને આપી શુભેચ્છા
હર્ષ સંઘવી પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જઇ રહ્યા હતા ત્યારે અચાનક તેમની નજર તેમના હરિફ કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈન પર પડી હતી. તેઓ  રાજનીતિક ખેલદિલી દર્શાવી તુરત જ બળવંત જૈનને ભેટી પડ્યા હતા. સામે પક્ષે બળવંત જૈન પણ ઉત્સાહભેર પોતાના હરિફ હર્ષ સંઘવીને ભેટી પડ્યા હતા. હર્ષ સંઘવીએ બળવંત જૈનને શુભેચ્છા આપી હતી. બંને ઉમેદવારો એકબીજાને ભેંટી પડ્યા હતા અને હાથ મિલાવ્યા હતા. 

બંને ઉમેદવારોની ખેલદિલી જોતાં સમર્થકો પણ સ્તબ્ધ
બંને ઉમેદવારોની આ ખેલદિલી જોઇને તેમના સમર્થકો પણ સ્તબ્ધ થઇ ગયા હતા અને તેમના ચહેરા પર પણ મુસ્કાનની લહેર જોવા મળી હતી. હર્ષ સંઘવીએ બળવંત જૈનને કહ્યું હતું કે 8મીએ સાંજે મળીએ...

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આ પણ વાંચો--ડભોઇમાં ઉમેદવાર રિપિટ ન કરવાની પરંપરા ભાજપે તોડી, શૈલેષ મહેતા ઉર્ફે સોટ્ટા ફરી મેદાનમાં
Tags :
AssemblyElectionAssemblyElection2022ElectionElection2022GujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstHarshSanghviPoliticalpartiesSurat
Next Article