મતદાન કરીને આવેલા મેમ્બરને ફૂડ બીલ પર આપશે ડિસ્કાઉન્ટ, આ તારીખે મળશે લાભ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections 2022) રાજકિય પાર્ટીઓના ચૂંટણી પ્રચાર વચ્ચે મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસો ચૂંટણીપંચ, સામાજીક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ પણ કરી રહી છે ત્યારે મતદાન જાગૃતિ અભિયાનમાં રાજપથ ક્લબ (Rajpath Club) પણ જોડાયું છે. મતદાનની ટકાવારી વધે અને ક્લબના દરેક સભ્ય મતદાન કરે તેવા હેતુથી રાજપથ ક્લબે મહત્વનો નિર્ણય કર્યો છે.25% ડિસ્કાઉન્ટવધુમાં વધુ મતદાન (Votting) થાય તે માટે રાજપà
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections 2022) રાજકિય પાર્ટીઓના ચૂંટણી પ્રચાર વચ્ચે મહત્તમ મતદાન થાય તેવા પ્રયાસો ચૂંટણીપંચ, સામાજીક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓ પણ કરી રહી છે ત્યારે મતદાન જાગૃતિ અભિયાનમાં રાજપથ ક્લબ (Rajpath Club) પણ જોડાયું છે. મતદાનની ટકાવારી વધે અને ક્લબના દરેક સભ્ય મતદાન કરે તેવા હેતુથી રાજપથ ક્લબે મહત્વનો નિર્ણય કર્યો છે.
25% ડિસ્કાઉન્ટ
વધુમાં વધુ મતદાન (Votting) થાય તે માટે રાજપથ ક્લબે (Rajpath Club) આગવો અભિગમ અપનાવ્યો છે. તા. 5ના રોજ મતદાનના દિવસે અને તેના બીજા દિવસે એટલે કે તા. 6ના રોજ ક્લબનો મેમ્બર મતદાન કરીને આવી ક્લબમાં આવી બ્રેકફાસ્ટ, લન્ચ અને ડિનર કરશે તો ફૂડ બીલમાં 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, પૂર્વ શરત માત્ર એટલી જ કે ક્લબનો સભ્યએ મતદાન કરેલું હોવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) વધારે પ્રમાણમાં મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા અવસર જેવા અનેક કેમ્પેઈનો ચલાવવામાં આવી રહ્યાં છે. જેમાં ઘણી સામાજીક સંસ્થાઓ પણ જોડાઈ છે. સોશિયલ મીડિયામાં પણ યુવા મતદારોને આકર્ષવા કેમ્પેઈનો ચાલાવવામાં આવે છે તથા દિવ્યાંગ અને શતાયું મતદારો મતદાન કરવા આવી શકે તે માટે પણ વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


